6-7 સપ્ટેમ્બરની રાતે 1.30થી 2 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરવાનું છે. ચંદ્ર પર પ્રથમવાર ભારતની હાજરીની ઐતિહાસિક પળ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 70 બાળકો બેંગ્લુરુંના ઇસરો કેન્દ્રમાં હાજર હશે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ પણ પીએમ મોદી સાથે ચંદ્રયાનનું લેન્ડિંગ નિહાળશે.
ઓનલાઈન ક્વિઝ કોમ્પિટીશનના માધ્યમથી વિદ્યાર્થીઓની પસંદગી
ચંદ્રયાન-2માંથી વિક્રમ લેન્ડરનું સફળ સેપરેશન થયા બાદ હવે ગણતરીના કલાકોમાં જ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર લેન્ડર કરશે. ત્યારે ઇસરોએ ચંદ્રયાન-2ના લેન્ડિંગની ક્ષણોનું જીવંત પ્રસારણ થશે જે પીએમ મોદી નિહાળશે. આ ઐતિહાસિક પળને વડાપ્રધાન સાથે દેશના 70 વિદ્યાર્થીઓ પણ નિહાળવાના છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલયોના 16 વિદ્યાર્થીઓ છે. ઈસરોએ ઓગસ્ટ મહિનામાં ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન યોજી હતી. જેમાં દેશની તમામ કેન્દ્રિય વિદ્યાલયોના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં કુલ 16 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થી છે આ વિદ્યાર્થીઓમાં એક છોકરો અને એક છોકરી છે. એક વિદ્યાર્થી વસ્ત્રાપુરની સેન્ટર કેન્દ્રીય વિદ્યાલયનો છે. અને બીજો વિદ્યાર્થી શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયનો છે.