ભારતીય સ્પેસ એજન્સી ISROના મહત્વકાંક્ષી મિશન હેઠળ ચંદ્રયાન-2 (Chandrayaan 2) 6-7 સપ્ટેમ્બરે અડધી રાત્રે ચંદ્ર પર લેન્ડ કરશે. નેશનલ જ્યોગ્રાફિકે મંગળવારે જાહેરાત કરી છે કે, તે પોતાના દર્શકોને જીવનમાં માત્ર એક વખત થનારી ઐતિહાસિક ઘટનાનો અનુભવ ચંદ્રયાન-2ના લેન્ડિંગનું એક્સક્લૂસિવ લાઈવ પ્રસારણ દેખાડશે. ચંદ્રયાન-2નું લેન્ડિંગ 6-7 સપ્ટેમ્બર રાત્રે 1.30થી 2.30 વચ્ચે થશે.
– ઈસરોની અધિકારીક વેબસાઈટ પર ચંદ્રયાન-2 લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. તેના માટે અહીં ક્લિક કરો
– પ્રેસ ઈન્ફોરમેશન બ્યૂરો પણ પોતાના YouTube પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ દેખાડશે
– મોબાઈલ યૂઝર્સ ચંદ્રમા પર ચંદ્રયાન-2ના લેન્ડિંગને હોટસ્ટાર પર પણ જોઈ શકશે. હોટસ્ટાર પર 6 સપ્ટેમ્બર રાત્રે 11.30 કલાકથી શો સ્ટાર્ટ થઈ જશે.