શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગાએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20માં સતત 4 બોલમાં 4 વિકેટ ઉપાડીને ઇતિહાસ રચ્યો હતો. તેણે 4 બોલમાં કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને રોસ ટેલરને આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં બીજી વખત સતત 4 બોલમાં 4 વિકેટ ઉપાડી છે. આ પહેલા તેણે 2007ના વન-ડે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સતત 4 બોલમાં 4 વિકેટ લીધી હતી. આવું કરનારો તે વિશ્વનો એકમાત્ર બોલર છે.
આ સાથે જ મલિંગાના નામે પાંચ હેટ્રિક નોંધાઇ ગઇ છે. તેણે 3 હેટ્રિક વન-ડે અને 2 હેટ્રિક ટી-20 ઇન્ટરનેશનલમાં લીધી છે. તેના પછી બીજા ક્રમે વસિમ અકરમ છે, જેણે ટેસ્ટમાં 2 અને વન-ડેમાં 2 મળીને 4 વાર હેટ્રિક ઉપાડી છે. આ સાથે જ તેણે ટી-20મા 100 વિકેટ પુરી કરી છે અને ટી-20માં વિકેટની સદી પુરી કરનારો તે પહેલો બોલર બન્યો છે.