Iran-Israeli War: IDFનું દાવો, તેહરાન નજીક મિસાઇલ સૈનિકોને માર્યા, વીડિયો જાહેર
Iran-Israeli War: ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો તણાવ વધુ ઘાતક રૂપ ધારણ કરી રહ્યો છે. ઇઝરાયલી વાયુસેના (IAF) એ તાજેતરમાં ઈરાનના જમીનથી હવામાં મિસાઇલ લોન્ચ કરનારા સૈનિકો પર સીધો હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા માહિતી મળતાં જાણવા મળ્યું છે કે IAF એ તે સૈનિકોને તેમને પોતાના મિસાઇલ લોન્ચર સુધી પહોંચે એ પહેલા જ નિશાન બનાવીને ઠાર કર્યા હતા.
IDFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવે Twitter) પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ હુમલામાં મિસાઇલ લોન્ચર પણ નષ્ટ કરી દેવામાં આવ્યો છે. IAFએ જણાવ્યું કે તેઓ ઇરાનની હવાઈ શક્તિને નબળી પાડવા અને હવાઈ શ્રેષ્ઠતા મેળવવા માટે સતત કામ કરી રહ્યા છે.
⭕️WATCH: The IAF identified and eliminated surface-to-air missile launch troops seconds before they reached a launcher south of Tehran. The troops were eliminated and the launcher was dismantled.
The IAF continues to operate to achieve air superiority across Iran. pic.twitter.com/h9eIK8SWCO
— Israel Defense Forces (@IDF) June 16, 2025