Israel-Iran War: તેહરાનના પરમાણુ ખતરાને હમણાં અટકાવવું નહીં તો વિશ્વ બચાવવો મુશ્કેલ
Israel-Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ઘાતક સંઘર્ષ વચ્ચે ઈઝરાયલના ડિફેન્સ ફોર્સે (IDF) દુનિયાને કડક ચેતવણી આપી છે. IDFએ એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ઈરાન ફક્ત ઈઝરાયલ માટે નહીં પરંતુ આખી દુનિયા માટે એક ગંભીર ખતરો બની રહ્યો છે. IDFએ જણાવ્યું કે જો ઈરાનને હવે નહીં રોકવામાં આવે તો ભવિષ્યમાં સમગ્ર વિશ્વને તેની ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
ઇઝરાયલે ખુલાસો કર્યો કે કેવી રીતે ઈરાન બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ શસ્ત્રો માટે સુરંગો બનાવવામાં વ્યસ્ત છે અને તેલ અવીવ સહિત અન્ય શહેરોને હમલાઓની યોજના બનાવી રહ્યો છે. આ ઘાતક હથિયારો સમગ્ર વિશ્વ માટે એક મોટા ખતરા રૂપે ઉભા છે, જેના કારણે તરત પગલાં લેવા ફરજિયાત છે.
તે જ સમયે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ તેહરાનમાંથી 3 લાખ લોકો ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને તાત્કાલિક તેહરાન છોડવાની સલાહ આપી છે. આ સ્થિતિ યુદ્ધની ભયંકર ટકરાવ તરફ સંકેત આપી રહી છે.