Pakistan: પાકિસ્તાનના વિદેશ મંત્રીની ઇઝરાયલને ધમકી, “જો પાકિસ્તાન તરફ જોશો તો આંખો કાઢી નાખીશું”
Pakistan: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારએ ઇઝરાયલ સામે કડક ભાષામાં નિવેદન આપ્યું છે. સંસદમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે જો ઇઝરાયલ પાકિસ્તાન તરફ ખરાબ દ્રષ્ટિ નાખશે, તો “અમે તેની આંખો કાઢી નાખીશું.”
ઇશાક ડારનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ઇરાની જનરલ મોહસીન રેઝાઈનું એક વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયું છે. આ નિવેદનમાં જનરલે કહ્યું હતું કે જો ઇઝરાયલ ઇરાન પર પરમાણુ હુમલો કરશે, તો પાકિસ્તાન તરફથી ઇઝરાયલ પર જવાબી પરમાણુ હુમલો થશે. આ દાવાની પાછળ તરત જ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ અને વિદેશ મંત્રીએ પાર્લામેન્ટમાં સ્પષ્ટતા આપી.
“પાકિસ્તાન જવાબદાર પરમાણુ શક્તિ છે” – ઇશાક ડાર
ડારે કહ્યું, “પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે સંરક્ષણ માટે છે અને તેને સાવધાનીપૂર્વક અને જવાબદારી સાથે સંભાળવામાં આવે છે.” તેમણે દાવા કર્યો કે ઈરાન તરફથી જે દાવો થયો છે તે સંપૂર્ણપણે ખોટો છે.
તેવી જ રીતે, ઇઝરાયલ સામે પણ તેમણે તીખી ટિપ્પણી કરતાં જણાવ્યું કે “જો કોઇ દેશ આપણાં પર ખરાબ નજર નાખે છે, તો આપણે તેને મક્કમ જવાબ આપશું. દુનિયાએ અગાઉ પણ આપણું પ્રતિસાદ જોયું છે. ઇઝરાયલે પણ પાકિસ્તાન તરફ જોવાની હિંમત ન કરવી જોઈએ.”
“Israel dare not to look at Pakistan..”, Pakistan Foreign minister Dar yesterday in Parliament pic.twitter.com/NG9adO6rwY
— Sidhant Sibal (@sidhant) June 17, 2025
પરદેશ નીતિમાં ઉગ્ર ભાષાનો ઉપયોગ ચર્ચાનો વિષય
ડારનું આ નિવેદન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ જ્યાં તેઓ પાકિસ્તાનના પરમાણુ દાવાનો ઇનકાર કરી રહ્યાં છે, બીજી તરફ આવા ધમકીભર્યા નિવેદનોથી નવું તણાવ ઊભું થવાની શક્યતા છે.