પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે મોડી સાંજે ફરીવાર પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાન તરફથી LOC પર પૂંછમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં પાકિસ્તાને આજરોજ બીજી વખત સીઝફાયર કર્યું હતું.
આ પહેલા પણ પાકિસ્તાની સેનાએ શનિવારની સવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકની ચોકીઓ અને ગામને નિશાન બનાવીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, કૃષ્ણા ઘાટી સેક્ટર પર સવારે પોણા આઠ વાગે મોર્ટાર ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો
કોઇ જાનહાની નહીં
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય સેનાએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘમાસાણમાં ભારત તરફી કોઇ જાનહાની થઇ નથી.
સોપોરના ડંગરપોરામાં આતંકી હુમલાથી 4 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સોપોરના ડંગરપોરામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં 2 વર્ષની બાળકીની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ચારેય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.
જમ્મૂ-કાશ્મીરના સોપોરના ડંગરપોરા વિસ્તારમાં ગઈકાલે એક આતંકવાદી હૂમલો થયો હતો જેમા નાની બાળકી સહિત ચાર ઘાયલ થયા થયા હતા. હાલ ચારેય જણને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનીકો બન્યા ભોગ
કડક સિક્યોરીટી બાદ પણ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અટકવાનું નામ નથી લેતી એટલું જ નહીં પણ આતંકવાદી હુમલાના રહીશો સતત ભોગ બની રહ્યા છે. ગઈ કાલે જ શોપેરમાં આતંકવાદી ફરીથી ત્રાટક્યા હતા અને ત્યાના સ્થાનીકો ભોગ બન્યા હતા.
સારવાર અર્થે દવાખાને ખસેડાયા
જેમાં એક નાની બાળકી પણ ઘાયલ થઈ હતી. કુલ ચાર જણા આ ઘટનાનો ભોગ બન્યા છે જેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાં 2 વર્ષની બાળકીની હાલત ગંભીર છે બાળકીનું નામ ઉસ્મા જાન છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જ્યારે બાકીનાની સ્થિતિ હાલ પ્રમાણમાં સારી છે.