ICC Women’s T20 World Cup 2026: શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો 14 જૂને
ICC Women’s T20 World Cup 2026: ICC દ્વારા 2026ના મહિલા T20 વર્લ્ડ કપ માટે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આવનારો આ 10મો T20 વર્લ્ડ કપ જૂન 2026માં ઇંગ્લેન્ડની જમિન પર યોજાશે. કુલ 12 ટીમો ભાગ લેશે, જેને કારણે આ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા T20 વર્લ્ડ કપ બનશે.
શેડ્યૂલ મુજબ, ટૂર્નામેન્ટની શરૂઆત 12 જૂન 2026ના રોજ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેના પ્રથમ મુકાબલાથી થશે. ફાઇનલ મેચ 5 જુલાઈએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મોટી ટક્કર – 14 જૂને
ક્રિકેટ ચાહકો માટે સૌથી વધુ રાહ જોવાતી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે, જે 14 જૂનના રોજ થશે. બંને ટીમો ગ્રુપ 1માં સામેલ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વધુ બે ક્વોલિફાયર ટીમો હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાની જેમ ચરમોત્સાહ સાથે યોજાશે, કારણ કે બંને ટીમો હવે માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટ્સમાં જ એકબીજાનો સામનો કરે છે.
Mark your calendars
The fixtures for the ICC Women’s T20 World Cup 2026 are out
Full details ➡ https://t.co/X2BqQphwSC pic.twitter.com/gqkxaMudEP
— ICC (@ICC) June 18, 2025
ગ્રુપ વિભાજન અને ફોર્મેટની ઝલક
T20 વર્લ્ડ કપ માટે ICC એ બે ગ્રુપ બનાવી છે:
- ગ્રુપ 1: ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા + 2 ક્વોલિફાયર ટીમો
- ગ્રુપ 2: ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ + 2 ક્વોલિફાયર ટીમો
દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમો સામે મેચ રમશે. પોઈન્ટ ટેબલ પર ટોચની બે ટીમો સીધા સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ્સ 30 જૂન અને 2 જુલાઈએ રમાશે.
2026 મહિલા T20 વર્લ્ડ કપનો આકર્ષણ ભારત-પાકિસ્તાન મુકાબલો રહેશે, જે ન માત્ર રમતમાં તંગદિલી લાવશે, પણ આંતરરાષ્ટ્રીય મેદાને વર્લ્ડ કપની મહેમાનનવાજી પણ કરશે.