G7 Summit 2025: મેલોનીનો મોદી માટે પ્રેમભરો સંદેશ – “તમે શ્રેષ્ઠ છો, હું પણ તમારા જેવા બનવા માંગું છું”
G7 Summit 2025: કેનેડામાં યોજાયેલી G7 સમિટ 2025 દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે હાર્દિક અને ઉષ્માભરી મુલાકાત જોઈ મળી. બંને નેતાઓએ ફોટા લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને એકબીજાની મિત્રતાનું ઉદ્ગાર વ્યક્ત કર્યો.
મેલોનીએ પીએમ મોદીને મળ્યા બાદ કહ્યું:
“તમે શ્રેષ્ઠ છો… હું તમારા જેવા બનવાનો પ્રયાસ કરી રહી છું.”
આ શબ્દો ન માત્ર મેલોનીની પ્રશંસા દર્શાવે છે, પણ વૈશ્વિક મંચ પર પીએમ મોદીની લોકપ્રિયતાનો અહેસાસ પણ કરાવે છે. બંને નેતાઓ વચ્ચેનો હાસ્યસભર અને સ્નેહમય સંવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
Italia e India, legate da una grande amicizia pic.twitter.com/krc54mpq6G
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 17, 2025
પીએમ મોદીએ મેલોનીના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું:
“વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની… હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે, જેનો બંને દેશોના લોકોને ઘણો ફાયદો થશે!”
મેલોનીએ તેના X (અગાઉના ટ્વિટર) એકાઉન્ટ પર મોદી સાથેનો ફોટો પણ શેર કર્યો અને લખ્યું,”ઇટાલી અને ભારત – એક મહાન મિત્રતા દ્વારા જોડાયેલા.”
વૈશ્વિક નેતાઓમાં મોદીની લોકપ્રિયતા
G7 સમિટ દરમિયાન અનેક વૈશ્વિક નેતાઓ સાથે પીએમ મોદીની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, બ્રાઝિલના લુલા દા સિલ્વા, દક્ષિણ આફ્રિકાના રામાફોસા અને યુકેના કીર સ્ટારમર સહિતના નેતાઓ સાથે પીએમ મોદીની ઉષ્માભરી વાતચીતની ક્લિપ્સ અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
આ સમિટમાં ભારત-ઇટાલી વચ્ચેનો વાર્તાલાપ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દ્વિપક્ષીય સંબંધો હવે માત્ર વ્યાપાર અને કૂટનીતિ સુધી સીમિત નથી રહ્યા – આમાં હવે વ્યક્તિગત મિત્રતા અને વિશ્વાસની ભાવનાઓ પણ સામેલ થઈ ગઈ છે.