Iran ના નવા ગુપ્તચર વડા કોણ છે? મેજર જનરલ માજિદ ખાદેમી વિશે જાણો, ઇઝરાયલ સામેની તૈયારી શું છે?
Iran: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝેમી અને તેમના બે સુરક્ષા અધિકારીઓના મૃત્યુ બાદ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, મેજર જનરલ માજિદ ખાદેમીને IRGC ના નવા ગુપ્તચર વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોણ છે જનરલ માજિદ ખાદેમી?
માજિદ ખાદેમી IRGCના એક અનુભવી અધિકારી છે, જેઓ અગાઉ ઈરાનના સંરક્ષણ મંત્રાલયના ગુપ્તચર સુરક્ષા સંગઠનના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓએ સંગઠનના આંતરિક ગુપ્તચર પ્રવાહને નિયંત્રિત કરવાના અમલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિકટના માનવામાં આવે છે અને તેમની રાજકીય અને લશ્કરી વ્યૂહરચનાઓમાં પણ નોંધપાત્ર અવાજ ધરાવે છે.
પડકારોથી ભરેલું સમય
માજિદ ખાદેમી માટે સમય અત્યંત સંવેદનશીલ છે. ઈરાન હાલમાં આંતરિક અશાંતિ, બહિરીય હુમલાઓ અને કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઇઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલાઓ, જેમાં ઇરાનના મિસાઈલ કેન્દ્રો, ન્યુક્લિયર ફેસિલિટીઓ અને રડાર સિસ્ટમો પણ ટારગેટ કરવામાં આવી છે, ઇરાનની રક્ષણાત્મક ક્ષમતાને ઝંખાવ્યા છે.
ઇઝરાયલી સેનાની તદ્દન તૈયારી
ઇઝરાયલ સતત પોતાની લશ્કરી કાર્યવાહી તીવ્ર કરી રહ્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેણે છેલ્લાં પાંચ દિવસમાં ઈરાનના બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવી દીધા છે. તાજેતરમાં, મધ્ય તેહરાનમાં કરાયેલા હવાઈ હુમલામાં અલી શાદમાનીને પણ મારવામાં આવ્યા હોવાનો દાવો થયો છે, જેઓ ખામેનીના નજીકના શસ્ત્ર સલાહકાર ગણાતા હતા.
ઈરાનના ઘણાં લીડરોને ગુમાવવાનો આઘાત
ઇરાને અત્યારસુધી ઘણા ઉચ્ચ પદસ્થ IRGC કમાન્ડરો ગુમાવ્યા છે, જેમાં જનરલ હુસૈન સલામી, મોહમ્મદ બઘેરી અને ગુલામઅલી રશીદ જેવા અગ્રણીઓના મૃત્યુ નોંધાયા છે. ઇઝરાયલના 200 જેટ્સ દ્વારા કરવામાં આવેલા આ પ્રભાવી હુમલાઓના કારણે ઇરાનના લશ્કરી માળખા પર ગંભીર અસર પડી છે.