MORTH ABS regulation: 100ccથી વધુ બાઈકમાં હવે ABS અનિવાર્ય: નવા નિયમ 2026થી અમલમાં
MORTH ABS regulation: ભારતમાં ટુ-વ્હીલર અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MORTH) January 2026થી તમામ બાઈક અને સ્કૂટર માટે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફરજિયાત બનાવવા માટે તૈયારી કરી રહી છે.
વિશ્લેષણો દર્શાવે છે કે વર્ષ 2022માં માત્ર ટુ-વ્હીલર અકસ્માતો કારણે 75,000થી વધુ મોત થયા હતા. હાલમાં 125cc થી વધુ ક્ષમતા ધરાવતાં વાહનો માટે ABS ફરજિયાત છે, જ્યારે 100cc થી 125ccના મોડલ્સમાં માત્ર કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) ફરજિયાત છે, જે ABS જેટલી અસરકારક નથી.
ટુ-વ્હીલર અકસ્માતોમાં ઘટાડો લાવવાનો પ્રયાસ
વિશેષજ્ઞોનું કહેવું છે કે ABS જેવા સુરક્ષા ફીચરથી ટુ-વ્હીલર અકસ્માતોમાં 33% સુધી ઘટાડો આવી શકે છે. જેથી, દેશવ્યાપી સ્તરે આ સિસ્ટમ ફરજિયાત બનાવવાથી મોત અને ગંભીર ઇજાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ખાસ કરીને ગ્રામિણ અને ઉપનગર વિસ્તારોમાં વધુ મહત્વનું બની શકે છે, જ્યાં ટુ-વ્હીલર એ મુખ્ય ટ્રાન્સપોર્ટ માધ્યમ છે.
કાયદામાં શું બદલાશે?
- તમામ ટુ-વ્હીલર (100cc થી વધુ) માટે ABS ફરજિયાત થશે
- 11 kW અથવા 15hp કે તેથી વધુ પાવર ધરાવતા વાહનો માટે પણ નિયમ લાગુ થશે
- 0.1 kW/kg અથવા તેથી વધુ પાવર-ટુ-વેઇટ રેશિયો ધરાવતા મોડલ્સ માટે પણ ABS જરૂરી
- નવી બાઈક સાથે BIS પ્રમાણિત બે હેલ્મેટ ફરજિયાત રહેશે – એક રાઇડર માટે અને એક પેસેન્જર માટે
મોડલ અને કિંમત પર અસર કેવી રહેશે?
અહેવાલ મુજબ, એન્ટ્રી લેવલ બાઈક અથવા સ્કૂટરમાં ABS ઉમેરવાથી કિંમતમાં ₹6,000 થી ₹10,000 સુધીનો વધારો થઈ શકે છે. જો કે, મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાથી કારખાનાઓ (OEMs) માટે પ્રતિ યુનિટ ખર્ચ ઘટાડો શક્ય છે. સરકાર પણ આ વધારાની કિંમતનો ભાર સામાન્ય ગ્રાહક પર ન પડે તે માટે GST દરમાં છૂટછાટ આપે તેવી શક્યતા છે.
ટુ-વ્હીલર યાત્રા વધુ સુરક્ષિત બનશે
MORTH દ્વારા લેવામાં આવતા આ પગલાંનાથી ટુ-વ્હીલર યાત્રા વધુ સુરક્ષિત બનશે. ભારતમાં દર વર્ષે લાખો લોકો ટુ-વ્હીલર અકસ્માતોમાં પોતાના પ્રાણ ગુમાવે છે. આવી સ્થિતિમાં, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને સલામતી હેલ્મેટ ફરજિયાત બનાવવું, એક સમયોચિત અને જીવ બચાવનાર નિર્ણય સાબિત થઈ શકે છે.