નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા પછી ટ્રાફિક નિયમો તોડવા ઉપર મોટી રકમનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. આ એક્ટ લાગુ થઇ ગયા પછી કડક થયેલા નિયમોમાં તમારે પણ થોડા અધિકાર જાણવા જોઈએ. ટ્રાફિક પોલીસ આ નવા એક્ટ મુજબ લોકો પાસે નિયમોનું પાલન કરાવી રહ્યા છે. અને નિયમોનું ઉલ્લંઘન કરવા ઉપર લોકોના હજારોના મેમો (ચલણ) બની રહ્યા છે.
જાહેર કરાયેલા નિયમો ફોલો કરવા જરૂરી છે. પરંતુ તમને નિયમો બતાવીને ટ્રાફિક પોલીસ હેરાન નથી કરી શકતી. ટ્રાફિક પોલીસના જવાન તમારી સાથે ખરાબ વર્તન નથી કરી શકતા. સાથે જ તમને તમારા અધિકાર વિષે પણ ખબર હોવી જોઈએ.
ટ્રાફિક પોલીસ તમારી સાથે આવું નથી કરી શકતી :
ટ્રાફિક પોલીસ તમને રોકી શકે છે. પરંતુ તમારી પાસે પણ થોડા અધિકાર છે, જેની હેઠળ તમે નિયમોથી બંધાયા છો. આમ તો ટ્રાફિક પોલીસના જવાનોને પણ નિયમ ફોલો કરવાના હોય છે. એટલે કે દરેક ટ્રાફિક જવાનને યુનિફોર્મમાં રહેવું જરૂરી છે. યુનિફોર્મ ઉપર બકલ નંબર અને તેનું નામ હોવું જોઈએ. જો તે બંને ટ્રાફિક પોલીસ પાસે નથી તો તમે તેની પાસે ઓળખ પત્ર બતાવવાનું જણાવી શકો છો. જો ટ્રાફિક પોલીસ પોતાનું ઓળખ પત્ર દેખાડવાની ના કહે છે, તો તમે તમારી ગાડીના દસ્તાવેજ તેને ન આપો.
બીજી મહત્વની વાત એ છે કે, જે ટ્રાફિક પોલીસે તમને અટકાવ્યા છે તેની પાસે ચલણ બુક કે ઈ ચલણ હોવું જોઈએ. તેના વગર તે નિયમ મુજબ ચલણ નથી કરી શકતા.
જયારે પણ તમને કોઈ ટ્રાફિક પોલીસના જવાન રોકે છે, તો તમે ગાડી આરામથી સાઈડ ઉપર લગાવો. તમારી ગાડીના દસ્તાવેજ તેને દેખાડો. તે ધ્યાન રાખશો કે તમારી ગાડીના દસ્તાવેજ દેખાડવાના છે, તે ટ્રાફિક પોલીસને આપવાના નથી. તે દરમિયાન તમારે ટ્રાફિક પોલીસને મદદ કરવાની છે. પરંતુ જવાનનું પણ તમારી સાથે વિવેકપૂર્વક વર્તન જરૂરી છે.
ટ્રાફિક પોલીસના જવાન બળજબરીથી તમારી ગાડીની ચાવી નથી કાઢી શકતા. તમારી સાથે કોઈ પણ પ્રકારની અશિસ્ત નથી કરી શકતા. તમારે પણ ટ્રાફિક પોલીસ સાથે ચર્ચાથી દુર રહેવું જોઈએ. તકલીફની સ્થિતિમાં ટ્રાફિક પોલીસ પણ તમારી મુશ્કેલી સમજીને નરમાશથી વર્તન કરી શકે છે.
તમને આ અધિકારીઓ વિષે માહિતી હોવી જોઈએ :
ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી નથી છીનવી શકતા. જો તમારી ગાડી રોડની સાઈડ ઉપર ઉભી છે, તો ક્રેઇન તેને ત્યાં સુધી નથી ઉપાડી શકતી, જ્યાં સીધી તમે ગાડીની અંદર બેઠા છો. તમારી ગાડી ખોટી રીતે અને ખોટી જગ્યાએ પાર્ક છે, ત્યારે ગાડી ઉપાડી શકાય છે.
જો ટ્રાફિક નિયમો તોડવા ઉપર ટ્રાફિક પોલીસ તમને કસ્ટડીમાં લે છે, તો કસ્ટડીમાં લેવામાં ૨૪ કલાકની અંદર મેજીસ્ટ્રેટ સામે રજુ કરવા જરૂરી છે. જો તમને ટ્રાફિક પોલીસ હેરાન કે ત્રાસ આપી રહી છે, તો સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી શકાય છે.
ટ્રાફિક પોલીસ ખરાબ વર્તન કરે તો તમે આ કામ કરી શકો છો :
તમે ટ્રાફિક પોલીસના ખરાબ વર્તનની લેખિત ફરીયાદ કરી શકો છો. ફરિયાદ પત્ર તમે ટ્રાફિક પોલીસ અધિક્ષક (એસપી) કે જીલ્લાના વડા પોલીસ અધિક્ષક (એસએસપી) ને આપી શકો છો. હરિયાણા અને ચંડીગઢમાં એવા પણ નિયમ છે કે, ચલણ પણ હસ્તાક્ષર કરતા પહેલા ડ્રાઈવર પોતાની કમેન્ટસ લખી શકે છે.
ચલણ કાપવાનો એવો અર્થ જરા પણ નથી કે, તમે ટ્રાફિક પોલીસના ખરાબ વર્તનની ફરિયાદ કરવાનો અધિકાર ગુમાવી દીધો. ચલણ કપાવવા છતાંપણ તમે ટ્રાફિક પોલીસની ફરિયાદ કરી શકો છો. સાથે જ તમારે પણ ટ્રાફિક પોલીસ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ. જો તમે ખરાબ વર્તન કરો છો, તો ટ્રાફિક પોલીસ ચલણમાં એક વધુ ઓફેન્સ જોડી શકે છે.