Anupama: મુંબઈમાં ‘અનુપમા’ સેટ પર આગ, સ્ટારકાસ્ટ અને ક્રૂ સભ્યો સલામત બહાર નીકળ્યા
Anupama: મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં આજ સવારના 5 વાગ્યાના આસપાસ લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’ ના સેટ પર અચાનક ભીષણ આગ લાગતાં ખળભળાટ મચી ગયો. આ આગમાં કરોડો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો, પરંતુ સારું એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગતાં જ સેટ પર હાજર તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સને તરત જ સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ થતાં જ અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનતથી આગ પર કાબૂ મેળવ્યો. હાલ સેટ પર કૂલિંગ કામગીરી ચાલી રહી છે જેથી ફરીથી આગ લાગવાની શક્યતા ટાળી શકાય.
આગ લાગવાની સંભાવિત કારણો પર તપાસ ચાલુ
ફિલહાલ, અગ્નિશમન અને પોલીસની ટીમો આ આગ લાગવાનું કારણ શોધી રહી છે. શરૂઆતમાં શોર્ટ સર્કિટને આગ લાગવાનો સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ ચોક્કસ માહિતી મળવાની શક્યતા છે.
Massive Fire Breaks Out on the Set of ‘Anupamaa’ in Mumbai’s Film City – AICWA Demands High-Level Investigation and Accountability
Mumbai, 23rd June 2025 – A major fire broke out early this morning at 5:00 AM on the set of the popular television serial Anupamaa in Film City,… pic.twitter.com/KjxXGyM9mn
— All Indian Cine Workers Association (@AICWAOfficial) June 23, 2025
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનની પ્રતિક્રિયા
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને આ ઘટનાને ગંભીરતાથી લઈને પોષ્ટ દ્વારા તેની તપાસ કરવાની માંગ કરી છે. એમણે જણાવ્યું કે, “શૂટિંગ શરૂ થવાના બે કલાક પહેલાં જ આ આગ લાગી હોવા સામે, શૂટિંગ સમયસર શરૂ થયું હોત તો આ ઘટના વધારે ભયાનક બની શકે હતી. આ ઘટના મુંબઈના ફિલ્મ સ્ટુડિયોમાં આવતી આવતી આગની ઘટનાઓ પર ગંભીરતા પૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.”