નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાની સાથે રોજે ચાલાનની ખબરો સામે આવી રહી છે. ક્યાંક ભારે કિંમતનું પ્રદર્શન કરી વિરોધ કરી રહ્યું છે તો ક્યાંક ભારે રકમના કારણે પોતાના વાહનોને આગ લગાવી દે છે. ચાલાનની રકમની ખબરો દરેક જગ્યાએ ચર્ચામાં છે. આ વચ્ચે દિલ્હીથી અતિયાર સુધી સૌથી વધુ રકમનું ચાલાનની ઘટના સામે આવી છે.

દિલ્હીની રોહિણી કોર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાનું ચાલન કાપવામાં આવ્યું છે. રાજસ્થાનના એક ટ્રક માલિકે દિલ્હીની રોહિણી કોર્ટમાં ચાલાનની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે. આ ટ્રક માલિક રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી છે, જેનું 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ઓવરલોડિંગના કારણે 70 હજાર રૂપિયાના ચાલાન કાપવામાં આવ્યું હતું. તે જ સમયે ટ્રકમાં વધુ માલ લોડ કરવા પર તેના માલિકને પણ 70 હજાર વધુના ચાલાન કરાયુ હતુ. ટ્રક માલિકનું કહેવું છે કે 9 સપ્ટેમ્બરના રોજ તેણે રોહિણી કોર્ટમાં ચલણની રકમ ચૂકવી હતી.
ચાલાન ભરવાની સૌથી મોટી રકમ
તમને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરથી દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ એક પછી એક વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યોં છે. હમણાં સુધી એવા સમાચાર આવી રહ્યાં હતા કે કોઈનું 15 હજાર રૂપિયા, કોઈનું 25 હજારનું ચાલાન આવ્યું છે, તેમાંથી કેટલાકનું 60 હજાર રૂપિયા સુધીનું ચાલાન છે પરંતુ સોમવારે દિલ્હીની રોહિણી કોર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાના ચાલાન જમા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ 2019 અમલમાં આવ્યાને 10 દિવસ થયા છે. આ 10 દિવસમાં દરરોજ આ પ્રકારના સમાચાર આવે છે. ડ્રાઇવરોને નિયમોની યોગ્ય જાણકારી ન હોવાના કારણે તે સતત આવી ભૂલો કરે છે. નવા કાયદામાં દંડ (ચલણ) ની માત્રામાં જંગી વધારો થયા બાદ દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી રકમ ચાલાનના રૂપમાં આવી રહી છે.