Axiom-4 Mission Update: અવકાશમાંથી ભારતીય યાત્રિનો સંદેશ જાહેર, જુઓ વીડિયો
Axiom-4 Mission Update: ભારતીય અવકાશયાત્રા ઇતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ પળ ઉમેરાતી જોવા મળી છે. એક્સિઓમ-૪ મિશન હેઠળ અવકાશમાં જનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજ રોજ અવકાશમાંથી પોતાનો પહેલો સંદેશ વિશ્વભરમાં મોકલ્યો છે. તેઓ હવે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) તરફ આગળ વધી રહ્યા છે અને મિશન અનુસાર આજે સાંજે લગભગ 4:30 વાગ્યે ડોકિંગ થવાનું છે.
વિડિઓમાં જોવા મળ્યું કે…
શુક્લાએ ડ્રેગન કેપ્સ્યુલમાંથી સંદેશ આપતાં જણાવ્યું,
“અવકાશમાંથી નમસ્તે! હું મારા સાથી અવકાશયાત્રીઓ સાથે અહીં આવીને ખૂબ જ રોમાંચિત છું.”
તે ઉપરાંત તેમણે અવકાશયાત્રાના અનુભવો વિશે વાત કરતાં ઉમેર્યું કે,
“જ્યારે લોન્ચ પેડ પર બેઠો ત્યારે મનમાં માત્ર એક જ વિચાર હતો – ‘ચાલો જઈએ!’ આજે જ્યારે પૃથ્વીને ઉપરથી જોઉં છું, ત્યારે એ ક્ષણ ભાષામાં વર્ણવી શકાય તેવી નથી.”
ખાસ રીતે, તેમણે સાથે લાવેલા હંસના રમકડા વિશે જણાવ્યું કે તે ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનનું પ્રતીક છે અને એ યાત્રાની સમજણ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.
“હું એકલો નથી, તમે બધા મારી સાથે છો” – શુક્લાનો સંદેશ
શુભાંશુ શુક્લાએ હિન્દીમાં એક ભાવનાત્મક સંદેશ આપતાં કહ્યું:
“મને ત્રિરંગો પહેરીને ખૂબ ગર્વ થાય છે. હું એકલો નથી – તમારું આશીર્વાદ, વિશ્વાસ અને સપના મારા સાથે છે.”
તેમણે વચન આપ્યું કે યાત્રા દરમિયાન પૃથ્વીના નજારાના ફોટા અને વિડિઓઝ લઈને આવશે અને પાછા આવ્યા પછી તે અનુભવ દેશ સાથે વહેંચશે.
#WATCH | “Namaskar from space! I am thrilled to be here with my fellow astronauts. What a ride it was,” says Indian astronaut Group Captain Subhanshu, who is piloting #AxiomMission4, as he gives details about his journey into space.
Carrying a soft toy Swan, he says, in Indian… pic.twitter.com/Z09Mkxhfdj
— ANI (@ANI) June 26, 2025
એક્સિઓમ-૪ મિશન ટીમનાં અન્ય સભ્યો કોણ છે?
- ડૉ. પેગી વ્હિટસન (અમેરિકા): મિશન કમાન્ડર. પૃથ્વી બહાર અત્યાર સુધીમાં 675 દિવસ વિતાવનાર સૌથી અનુભવી અમેરિકન અવકાશયાત્રી.
- સ્લેવોસ ઉઝનાન્સ્કી (પોલેન્ડ): યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી, 1978 પછી પોલેન્ડના બીજા અવકાશયાત્રી.
- ટિબોર કાપુ (હંગેરી): હંગેરિયન સ્પેસ ઓફિસના પ્રતિનિધિ, 1980 પછી હંગેરીના બીજા અવકાશયાત્રી.
ભારત માટે ઐતિહાસિક પળ
શુભાંશુ શુક્લા એ ભારતમાં જન્મેલા એવા બીજાં અવકાશયાત્રી બન્યા છે જેમણે ખાનગી મિશન દ્વારા અવકાશયાત્રા કરી છે. તેઓને વિવિધ યુદ્ધવિમાનો ઉડાડવાનો 2,000થી વધુ કલાકનો અનુભવ છે અને હવે દેશનું ગૌરવ અવકાશમાં પ્રતિબિંબિત કરી રહ્યા છે.