Taiwan defense system: હવાઈ હુમલાઓ સામે તાઇવાનની તૈયારી: નાગરિકોને મળશે સુરક્ષિત આશ્રય માટે માર્ગદર્શન
Taiwan defense system: તાઇવાન ચીનની વધતી ખતરનાક હવાઈ હુમલાઓ સામે સજાગ બની, ઈઝરાયલ જેવી સંરક્ષણ વ્યવસ્થાની તૈયારીમાં વ્યસ્ત છે. ઇરાન-ઇઝરાયલ અને રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખીને, તાઇવાન નાગરિકોની સુરક્ષા માટે નવી હવાઈ આશ્રય માર્ગદર્શિકા જારી કરવા જઈ રહ્યું છે.
આ માર્ગદર્શિકામાં હવાઈ હુમલાના સાઇરન વાગતાં, લોકોને ક્યાં અને કેવી રીતે આશ્રય લેવું તે સ્પષ્ટ કરવામાં આવશે. ખાસ કરીને, બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને ઓછામાં ઓછા બે દિવાલ પાછળ છુપાવા, અને વિસ્ફોટના અસરથી બચવા માટે મોઢું થોડું ખુલ્લું રાખવા જેવા સલામતી ઉપાયો જણાવાશે.
તાઇવાનમાં આશ્રય માટે મેટ્રો સ્ટેશનોથી લઈને શોપિંગ મોલ સુધી કુલ 4,600થી વધુ આશ્રયસ્થાનો છે, જે ત્યાંની વસ્તી કરતાં ચાર ગણી ક્ષમતા ધરાવે છે. આ સાથે, જુલાઈમાં યોજાનાર હાન કુઆંગ 41 નામનું 10 દિવસનું લશ્કરી કવાયત શરૂ થશે, જેમાં સામાન્ય નાગરિકોને પણ તાલીમ આપવામાં આવશે.
તાઇવાનના સુરક્ષા અધિકારીઓનો માનવું છે કે આ તૈયારીઓ ચીનની શક્ય હવાઈ હુમલાઓ સામે સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલુ છે. તાઇવાન પોતાને તેના નાગરિકોની સુરક્ષામાં કોઈ પણ મોટા દેશથી ઓછી નથી માનતો.