Iran: ઈઝરાયલ પર વિજય અંગે ખામેનીનું વિવાદાસ્પદ નિવેદન, “ખોટા યહૂદીઓ પર વિજય બદલ અભિનંદન”
Iran: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલ વિરુદ્ધ તાજેતરમાં આવેલ યુદ્ધવિરામ બાદ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને સંબોધતા કહ્યું કે “ખોટા યહૂદીઓના શાસન પર વિજય બદલ અભિનંદન”. ખામેનીએ આ નિવેદન X (પહેલાનું ટ્વિટર) પર પોસ્ટ કરીને આપ્યું.
યુદ્ધવિરામ બાદ પહેલું પ્રતિસાદ
આ નિવેદન ઇઝરાયલ-ઈરાન યુદ્ધવિરામના થોડા જ દિવસો પછી આવ્યું છે, જેને હવે ધાર્મિક અને રાજકીય ન્યાયસૂત્ર સાથે જોઈ શકાય છે. ખામેનીએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ઈરાનના નાગરિકોને સત્તાવાર રીતે સંબોધશે. એવી આશા છે કે આ સંબોધનમાં તેઓ યુદ્ધ દરમિયાન ઈરાની સ્ટ્રેટેજી, નુકસાન અને આગામી રણનીતિઓ પર પણ વાત કરશે.
I offer my congratulations on the victory over the fallacious Zionist regime.
— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025
વિવાદનું કેન્દ્ર બનેલું નિવેદન
“ખોટા યહૂદીઓ” જેવો શબ્દપ્રયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો કરી શકે છે. ખામેનીના આ નિવેદનને કેટલાક રાજકીય નિરીક્ષકો ઇઝરાયલ વિરુદ્ધ ધ્રૂવીકરણના પ્રયાસ રૂપે જોઈ રહ્યા છે. આ સંજોગોમાં, મિડલ ઇસ્ટમાં ફરી તણાવ વધી શકે છે તેવું લાગી રહ્યું છે.