Shefali Jariwala passes away એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે – બિગ બોસ 13 દ્વારા જાણીતી થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, 27 જૂનની રાત્રે તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. તાત્કાલિક સારવાર માટે તેમના પતિ અને ત્રણ અન્ય લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોની તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા ન હતા.
હૉસ્પિટલના રિસેપ્શનિસ્ટે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે શેફાલીને હોસ્પિટલમાં લાવતી વખતે જ તેમની હાલત ગંભીર હતી અને અંતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
તેમના અચાનક અવસાનના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને ચાહકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી છે. અનેક સેલિબ્રિટીઝે પણ તેમના શોકમાં ભાગીદારી દર્શાવી છે.
તેમના પરિવાર તરફથી હજુ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, તેમજ અંતિમ વિધિ વિશેની વિગતોની રાહ જોવાઈ રહી છે. શેફાલી જરીવાલા મોજીલા સ્વભાવ અને દર્શકો સાથેના જોડાણ માટે જાણીતા હતા, તેમનું અધૂરું રહ્યુંલું જીવન હંમેશાં યાદ રાખવામાં આવશે.