Earthquake: શક્તિશાળી ભૂકંપથી મિંડાનાઓમાં ભયનો માહોલ, લોકોમાં દહેશત
Earthquake: શનિવારે વહેલી સવારે ફિલિપાઈન્સના મિંડાનાઓ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ આ ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે સવારે 04:37 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા.
NCSના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ અક્ષાંશ 5.28°N અને રેખાંશ 126.08°E પર હતું, જ્યારે તેની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 105 કિલોમીટર નીચે નોંધાઈ છે.
પ્રારંભિક માહિતી પ્રમાણે હજુ સુધી કોઈ જાનહાની કે ભારે નુક્સાનના અહેવાલ મળ્યા નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને રાહત કામગીરી માટેની તૈયારી પણ ચાલુ રાખવામાં આવી છે.
EQ of M: 6.0, On: 28/06/2025 04:37:10 IST, Lat: 5.28 N, Long: 126.08 E, Depth: 105 Km, Location: Mindanao, Philippines.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/tP3rrjKN2x— National Center for Seismology (@NCS_Earthquake) June 27, 2025
મહત્વનું છે કે મિંડાનાઓ વિસ્તાર ભૂકંપપ્રવણ વિસ્તાર તરીકે ઓળખાય છે. 2 ડિસેમ્બર, 2023ના રોજ અહીં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. તે ઉપરાંત, 17 નવેમ્બર, 2023ના રોજ 7.6 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો અને તેને અનુસંધાને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી ચેતવણી આપવામાં આવી હતી.
સત્તાવાળાઓએ લોકોને શાંતિ જાળવવા અને સત્તાવાર માહિતીનો અનુસરણ કરવા આહવાન કર્યું છે.