Parag Tyagi story: સફળતા પછીનું શૂન્ય, પત્ની શેફાલીના વિદાયથી તૂટી પડેલા પરાગ ત્યાગી
Parag Tyagi story: ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું ગુરુવારે રાત્રે અચાનક નિધન થયું. મળતી માહિતી મુજબ, રાત્રે શેફાલી જરીવાલાને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ પતિ પરાગ ત્યાગી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. માત્ર 42 વર્ષની ઉંમરે શેફાલીના અચાનક વિદાયથી પરિવાર અને ચાહકો દુઃખમાં છે.
શેફાલી જરીવાલાના અવસાન પછી પતિ પરાગ ત્યાગીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કારમાં ઉદાસ અને રડતાં દેખાય છે. પોતાનો દરેક નિર્ણય લેનાર જીવનસાથી હવે હંમેશ માટે છૂટો પડી ગયો છે.
પરાગ ત્યાગી કોણ છે?
પરાગ ત્યાગી ટીવી જગતમાં ઓળખાયેલા અભિનેતા છે. તેઓએ ઘણી ટીવી સિરીયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં જન્મેલા પરાગે મુંબઈમાં પોતાનું નામ બનાવવા માટે દસ વર્ષથી પણ વધુ સમય સંઘર્ષ કર્યો.
જ્યાં શેફાલી જરીવાલાને “કાંટા લગા” ગીતથી રાતોરાત લોકપ્રિયતા મળી હતી, ત્યાં પરાગે પોતાની ઓળખ બનાવવા માટે ધીરે ધીરે કરિયર બનાવ્યું.
શરૂઆતથી જ સંઘર્ષ હતું
પરાગને પ્રથમ પ્રોજેક્ટ 2003માં મળ્યો હતો, પણ તેમાં તેમને ખાસ સફળતા નહીં મળી. ત્યારબાદ 2008માં આવેલી ફિલ્મ ‘અ વેડનેસડે‘માં નાના રોલથી તેમને ઓળખ મળવા લાગી.
‘પવિત્ર સંબંધ’થી ઓળખ બની
પરાગ ત્યાગીને ટર્નિંગ પોઇન્ટ મળ્યો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોકંડેના પોપ્યુલર શો ‘પવિત્ર સંબંધ‘માંથી. આ શોમાં તેમનો પાત્ર લોકપ્રિય બન્યો અને અહીંથી તેમના માટે ટેલિવિઝનની દુનિયામાં દરવાજા ખૂલી ગયા.
‘જોધા અકબર’થી બન્યા ટીવીના હેન્ડસમ હંક હીરો
2013માં આવેલા ઐતિહાસિક શો ‘જોધા અકબર‘માં પરાગ ત્યાગીનું પાત્ર ખૂબ જ દમદાર રહ્યું. આ શોએ તેમને ટીવી જગતમાં સ્થિર ઓળખ આપી.
સફળ કારકિર્દી અને અનેક હિટ શો
આ પછી પરાગે ‘પ્યાર કો હો જાયે દે’, ‘કાળા ટીકા’, ‘બ્રહ્મરાક્ષસ’ જેવા અનેક પોપ્યુલર શોમાં કામ કર્યું. તેઓએ ‘સરકાર 3’ જેવી ફિલ્મમાં પણ ભજવી હતી. આજે તેઓ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના મજબૂત અને પ્રખ્યાત અભિનેતાઓમાં ગણાય છે.
હવે તૂટેલા પરાગ ત્યાગી
પત્ની શેફાલી જરીવાલાની અચાનક વિદાયથી પરાગ ત્યાગી ખૂબ જ દુઃખમાં છે. સોશિયલ મીડિયા પર તેમના લાગણીસભર વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. જેમણે પોતાના જીવનની સાથે મળીને નવી દુનિયા રચી હતી, હવે તે દુનિયાનો એક મહત્વપૂર્ણ ભાગ હમેશ માટે ખોવાઈ ગયો છે.