‘Sardaar Ji 3’: ભારતમાં પ્રતિબંધ, પાકિસ્તાનમાં બ્લોકબસ્ટર: ‘સરદાર જી 3’એ કરી બોક્સ ઑફિસ પર ફતેહ
Sardaar Ji 3: પંજાબી સ્ટાર દિલજીત દોસાંજની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરદાર જી 3’ ભારતમાં ભલે રિલીઝ ન થઈ હોય, પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં આ ફિલ્મે ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં જ પાકિસ્તાની બોક્સ ઓફિસ પર ₹11.3 કરોડનો ગ્રોસ કલેકશન કર્યો છે.
ફિલ્મને પાકિસ્તાની દર્શકોનો પ્રેમ
‘સરદાર જી 3’ 27 જૂને રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે તેણે ₹4.32 કરોડ અને બીજા દિવસે ₹6.71 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે જાણીતી પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર મુખ્ય ભૂમિકામાં છે.
દિલજીતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પ્રતિસાદ
દિલજીતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાકિસ્તાની થિયેટરોની વિડીયો ક્લિપ્સ શેર કરી છે, જેમાં દર્શકોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક વિડીયોમાં, તે લખે છે, “દેશના સૌથી મોટા અલ્ટ્રા સ્ક્રીન પર 12 શો – સરદાર જી 3 ને જબરદસ્ત પ્રતિસાદ.”
વિવાદો વચ્ચે આવ્યુ સ્પષ્ટીકરણ
આ ફિલ્મ ભારતમાં હનિયા આમિરને કાસ્ટ કરવામાં આવ્યા પછી વિવાદમાં છે, ખાસ કરીને પહેલગામ હુમલા પછી, જ્યારે લોકો ગુસ્સે થયા હતા કે એક પાકિસ્તાની અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી હતી. આ અંગે, દોસાંઝે એક નિવેદન આપ્યું છે કે, “જ્યારે હનિયા આમિરને કાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે પરિસ્થિતિ સામાન્ય હતી. ઘણી વસ્તુઓ અમારા હાથમાં નથી.” તેમણે ઉમેર્યું, “નિર્માતાઓએ ફિલ્મને ભારત સિવાય વિદેશમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.”