ભાજપ પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં આવેલી એઈમ્સથી સેવા સપ્તાહની શરૂઆત કરાવી છે. તેમણે એઈમ્સમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી ફ્રુટનું વિતરણ કર્યુ હતુ. આ પ્રસંગે તેમની સાથે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ સાંસદ ગૌતમ ગંભીર, હંસરાજ હંસ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ આવી રહ્યો છે. જેથી ભાજપ દ્વારા સ્વચ્છતા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને જળસંચય જેવા કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
