Viral Video: ડોલ્ફિને તળાવ પર યુવલ માટે લાવી લગ્નની વીંટી, સોશિયલ મીડિયા પર અનોખો પ્રેમભર્યો વીડિયો વાયરલ
Viral Video: કલ્પના કરો, તમે તળાવના કિનારે તમારા જીવનના સૌથી ખાસ દિવસ માટે ઊભા છો અને અચાનક એક ડોલ્ફિન પાણીમાંથી ઊભી થઈ, તમારી લગ્નની વીંટી લઇને આપે… આશ્ચર્ય લાગ્યું ને? આજકાલ સોશિયલ મીડિયા પર એક એવો જ અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડોલ્ફિન એક કપલ માટે રીંગ બેરર (વિંટીને લઇ આવનાર) બની છે.
લગ્નો હવે માત્ર રિવાજ નહીં – નવી શૈલી અને અનોખા અનુભવનું નામ
સમય બદલાઈ રહ્યો છે અને લોકોની લગ્ન કરવાની રીતો પણ બદલાઈ રહી છે. ડેસ્ટિનેશન વેડિંગ્સ, થીમ આધારિત વેડિંગ્સ, અનોખા એન્ટ્રીઓ – લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે અદ્ભુત વિચારો લઈને આવી રહ્યા છે. આ નવા ટ્રેન્ડમાં, ડોલ્ફિન લગ્નની વીંટીઓ પહોંચાડતો હોય તેવો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
આવો છે આ ખાસ વીડિયો
વિડિયો પ્રમાણે, એક કપલ પાણીની નજીક ઊભું છે. વરરાજા અને કન્યા બંને સફેદ પહેરવેશમાં છે, અને એક વિદેશી પાદરી તેમના વચ્ચે છે. તળાવમાંથી અચાનક એક ડોલ્ફિન સ્નેહભર્યા અંદાજમાં આવે છે અને પાદરીને એક સફેદ પેકેટ આપે છે – જેમાં તેમને લગતી લગ્નની વીંટી હોય છે. ડોલ્ફિન પોતાની ભૂમિકા પાટવી જાય છે અને પેલાં જ તળાવમાં પરત ફરે છે.
આ મોહિત કરનાર દ્રશ્ય માત્ર થોડાં સેકંડનો છે, પણ તેનું અસરો આખા સોશિયલ મીડિયાને ગરમાવી દીધી છે. વિડિયોને અત્યાર સુધી 5 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે અને કમેન્ટ્સમાં લોકો પ્રેમ અને આશ્ચર્ય સાથે પ્રતિસાદ આપી રહ્યા છે.
View this post on Instagram
લોકોની પ્રતિસાદ: પ્રેમ અને હાસ્યથી ભરેલું ઈન્ટરનેટ
એક યૂઝરે લખ્યું, “શું છોકરીએ એક્વામેન સાથે લગ્ન કર્યા છે?”, તો બીજાએ લખ્યું, “કલ્પના કરો કે વીંટી પાણીમાં પડી જાય તો?” જ્યારે ત્રીજા યુઝરે જોખમ દર્શાવતા લખ્યું, “પ્રાણીના હાથમાં મોંઘી વીંટી આપવી સારું વિચાર છે?”
બીજાં અનેક યૂઝર્સે કહ્યું કે આ દ્રશ્ય તેમની માટે જીવનભર યાદગાર બની રહેશે. ઘણા લોકોએ કહ્યું કે “એવું લાગે છે જેમ કે કોઈ ફેન્ટસી મૂવી જીવંત થઈ ગઈ હોય.”
ક્યાંનું છે આ લાઈવ ફેરીટેલ?
આ અદભુત લગ્ન દ્રશ્ય અમેરિકાના ફ્લોરિડાના ઇસ્લામોરાડા – ફ્લોરિડા કીઝ માં થયું હતું. અહીંના તળાવ અને દરિયાકાંઠાના વિસ્તાર લગ્ન માટે લોકપ્રિય ડેસ્ટિનેશન છે. ઘણી વખત અહીં ડોલ્ફિન શો અને મેરિન લાઈફ સાથે લગ્નના પ્રસંગો યોજવામાં આવે છે, જે વૈવિધ્ય અને સાહસિકતાથી ભરેલા હોય છે.