Rafale fighter jet: ઓપરેશન સિંદૂર બાદ રાફેલની માંગ વધતી ગઈ, પોર્ટુગલ પણ ફ્રાન્સ સાથે સોદાની તૈયારીમાં
Rafale fighter jet: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા રાફેલ ફાઇટર જેટ્સના ઉપયોગે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની યુદ્ધક્ષમતા અને કાર્યક્ષમતા પર વિશેષ ધ્યાન ખેંચ્યું છે. આ અસરકારક પ્રદર્શનને પગલે હવે પોર્ટુગલ, દસોલ્ટ એવિએશનના રાફેલ મલ્ટી-રોલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદાની તૈયારીમાં છે.
દસોલ્ટ એવિએશનના CEOએ ફ્રેન્ચ સેનેટમાં નિવેદન આપતા જણાવ્યું કે કંપની પોર્ટુગલ સાથે સંભવિત કરાર માટે વિચારણા કરી રહી છે. આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે વૈશ્વિક ફાઇટર જેટ બજારમાં સ્પર્ધા નવી ઊંચાઈએ પહોંચી છે.
પોર્ટુગલના જૂના F-16 જેટ્સને બદલી રાફેલ ખરીદી શક્ય
1990ના દાયકાથી પોર્ટુગલ વાયુસેના યુએસના F-16 ફાઇટર જેટ્સ પર નિર્ભર રહી છે. 1994માં તેણે 20 F-16 ખરીદ્યા હતા, અને ત્યારબાદ 1999માં ડેનમાર્ક પાસેથી વધુ 25 વપરાયેલા જેટ્સ મેળવ્યા. હવે, તે પોતાની વાયુસેના માટે નવી પેઢીના યુદ્ધવિમાનોની શોધમાં છે.
અનિશ્ચિત યુએસ વિદેશ નીતિ અને F-35 પ્રોજેક્ટની વિલંબિત ડિલિવરીના કારણે, પોર્ટુગલ રાફેલને એક મજબૂત વિકલ્પ તરીકે જોવાનું શરૂ કર્યું છે.
શા માટે રાફેલ છે વિશિષ્ટ?
રાફેલ એક બે એન્જિનવાળું મલ્ટી-રોલ ફાઇટર જેટ છે, જેની વિશેષતાઓ તેને અન્ય ઘણા યુદ્ધ વિમાનો કરતાં અનોખું બનાવે છે:
યુદ્ધ ત્રિજ્યા: 3700 કિમી
ચઢાણ ગતિ: 300 મીટર/સેકન્ડ
મિસાઇલ ક્ષમતા: મીટીઓર (એર-ટુ-એર), સ્કેલ્પ અને હેમર (એર-ટુ-ગ્રાઉન્ડ)
ઉડાન સમય: 10 કલાકથી વધુ (એક ફ્યુઅલ રિફ્યુઅલિંગ પર)
રડાર સિસ્ટમ: 100 કિમી ત્રિજ્યામાં 40 લક્ષ્યો ઓળખી શકે છે
ગન ફાયરિંગ રેટ: 2500 રાઉન્ડ પ્રતિ મિનિટ
રાફેલમાં હવામાં જ રિફ્યુઅલ કરવાની ક્ષમતા હોવાથી તેની ઑપરેશનલ રેન્જ પણ વિસ્તૃત છે, જે લાંબી લડાઈઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
વિશ્વભરના સંરક્ષણ બજાર પર રાફેલનો વધતો પ્રભાવ
ભારત, ફ્રાન્સ, ઇજિપ્ત, યુકે, અને યુએઈ જેવા દેશો પહેલેથી જ રાફેલનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે પોર્ટુગલ પણ આ લિસ્ટમાં જોડાઈ શકે છે. રાફેલ માત્ર ફાઇટર જેટ નથી – તે એક આધુનિક યુદ્ધ મશીન છે, જે આજેની જરૂરીયાતોને આધારે ફલેકસિબલ અને મલ્ટી-રોલ ક્ષમતા ધરાવે છે.