ઈન્ડિયન એથિકલ હેકર આનંદ પ્રકાશે ફરી એકવાર ગર્વથી ભારતીયોનું માથું ઊંચું કર્યું છે. આનંદ પ્રકાશએ કેબ સર્વિસ કંપની ઉબેરની એપમાં ભૂલ શોધી કાઢી છે. આનંદે જે બગ વિશે જાણકારી આપી છે તેનો લાભ હેકર્સ ખોટી રીતે ઉઠાવી શકે છે.
આ બગનો લાભ લઈ હેકર તમારા ઉબેર એકાઉન્ટને એક્સેસ કરી શકે. આ ઉપરાંત જો તમારા ઉબેર વોલેટમાં પૈસા છે હોય તો તેને પણ હૈકર્સ ઉપાડી શકે છે. આ બગના કારણે યૂઝરના લોકેશન વિશે પણ જાણી શકાય છે.
આ બગ ઉબેરના ટોકનમાં હતી. જ્યારે પણ તમે ઉબેર એપ્લિકેશનથી કેબ બુકિંગ કરો છો ત્યારે કંપની તમારા માટે ટોકન તૈયાર કરે છે. આ ટોકનમાં તમારી સવારીની હિસ્ટ્રી હોય છે. આ ટોકન પરથી પણ તમારા ઈમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર મળી શકે છે. જો કે આ મામલે ઉબેરે કહ્યું છે કે હજી સુધી કોઈ હેકરે આ બગનો દુરૂપયોગ કર્યો નથી. આ બગ વિશે જાણકારી આપનાર આનંદને ઉબેરે આશરે 4.61 લાખ રૂપિયા ઇનામ તરીકે આપ્યા છે.
જો કે આ પહેલીવાર નથી કે આનંદ પ્રકાશએ ઉબરમાં કોઈ બગ શોધ્યું હોય. આ પહેલા પણ તેમણે એક બગ વિશે જાણકારી આપી હતી જેનો ઉપયોગ કરી હૈકર્સ ઉબેરમાં લાઈફટાઈમ ફ્રી સવારી કરી શકે. આનંદએ ટ્વિટર અને ગૂગલમાં પણ સિક્યોરિટી ખામીઓ શોધી કાઢી હતી. તેના માટે તેમને 1.2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આનંદએ ફેસબુક, ગૂગલ અને ઉબેર જેવી કંપનીઓ ઉપરાંત ડ્રોપબોક્સ, ઇબે, સાઉન્ડક્લાઉડ, પિકાપે, ગૂગલ, રેડહાટ જેવી કંપનીઓની ખામીઓને પણ ઉજાગર કરી છે. ઉલ્લેખનીય છે કે આનંદ પ્રકાશ એપ્લિકેશન સિક્યોરના સ્થાપક પણ છે