દેશમાં દરેક વ્યક્તિ ડિજિટલ ક્રાંતિનો એક ભાગ છે. પરંતુ દેશ ડિજિટલ ક્ષેત્રે જેટલો એડવાન્સ થઈ રહ્યો છે તેટલું જ મોટું જોખમ સાયબર એટેક્સનું વધ્યું છે. ભારત જ નહીં દુનિયાભરમાં સાયબર એટેકનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોઈ અન્ય દેશમાં બેઠા બેઠા પણ તમારા મોબાઈલ, કોમ્પ્યૂટર, લેપટોપને હૈક કરી અને લાખોની છેતરપિંડી કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિવસભરમાં દર મિનિટએ 1852 સાયબર એટેક થાય છે. આવા હુમલામાં ટારગેટ દેશના 4 મોટા શહેરો છે જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કલકત્તાનો સમાવેશ થાય છે. બેંકિંગ અને ફાઈનેંશિયલ કંપનીઓને રોજ હજારો સાયબર એટેક સહન કરવા પડે છે.
ભારતમાં, ભીમ, ગૂગલ પે, ફોનપે અને પેટીએમ (પેટીએમ) જેવી ઘણી એપ્લિકેશનનો આર્થિક વ્યવહાર માટે ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં બેન્કો પર સાયબર એટેકનું સૌથી મોટું જોખમ છે. વર્ષ 2019 માં સાયબર સિક્યુરિટી રિસર્ચની વાર્ષિક થ્રેટ રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં વિશ્વભરમાં આશરે બે મિલિયન સાયબર એટેક થયા હતા અને તેના કારણે 3,222 અબજ રૂપિયાનું નુકસાન થયું છે.
ગુરુગ્રામના રહેવાસી એવા ડીકે જોશી અને તેના પરીવાર માટે આવો જ એક એટેક તેમના જીવનનો સૌથી ખરાબ અનુભવ બની ચુક્યો છે. 23 જુલાઈના રોજ એક ફોન કોલ કરી અને હૈકર્સ તેમના જીવનની અડધી કમાણીને લૂટી લીધી હતી. ડી કે જોશી એક નિવૃત્ત વ્યક્તિ છે તેઓ નેપાળ માટે હાઈડ્રો પાવરના કંસલટેંટ તરીકે કામ કરે છે. તેની બેન્કના ખાતામાં 5 લાખ રૂપિયા એક ઝટકામાં ઉપાડી લેવામાં આવ્યા હતા. 20 જુલાઈના રોજ તેમને પેટીએમની કેવાયસી ડિટેલ અપડેટ કરવા માટે મેસેજ આવ્યો હતો. તેમણે 3 દિવસ સુધી આ મેસેજ પર ધ્યાન ન આપ્યું. પરંતુ 23 તારીખે તેને એક કોલ આવ્યો જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને પેટીએમના પ્રોબિજનરી ઓફિસર ગણાવી અને પેટીએમ અપડેટ કરવા જણાવ્યું. ફોન પર તેણે જન્મ તારીખ પુછી, ફોનનું મોડલ કયું છે તે જાણ્યું અને પછી ફોનમાં ક્વિક સપોર્ટ ડાઉનલોડ કરવા કહ્યું. આ ડાઉનલોડ બાદ તેણે કેવાયસી કરાવ્યું. આટલું કર્યા બાદ જોશીના ફોનનો કંટ્રોલ હૈકર્સ સુધી પહોંચી ગયો. તેનો ફોન હૈક થઈ ગયો અને રિમોટ એક્સેસની મદદથી તમામ ઓટીપી કોલ કરનાર સુધી પહોંચ્યા. આ જ દિવસે ડી કે જોશીના ખાતામાંથી 5 લાખ કરતાં વધારે રકમ ઉપડી ગઈ.
જોશીના ખાતામાંથી પૈસા અલગ અલગ બેન્ક અકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. જોશીએ જણાવ્યું કે જ્યારે તેને સમગ્ર ઘટના વિશે જાણ થઈ તો તે તુરંત આઈસીઆઈસીઆઈ બેન્ક ગયા અને ખાતું બ્લોક કરાવ્યું. 24 જુલાઈના રોજ સવારે 8.40 કલાકે એસબીઆઈ બેન્કમાંથી મેસેજ આવ્યો કે યુપીઆઈડીથી લિંક હતા અને પહેલા 34000 અને પછી 26000ની રકમ ખાતામાંથી ગઈ જેના કોઈ ઓટીપી તેને આવ્યા નહીં. ત્યારબાદ બેન્ક ઓફ બરોડામાંથી 20,000, 19,999 અને 10,000 રૂપિયા ઉપડી ગયા. આ મામલે જોશીએ કમિશ્નર ફરીદાબાદમાં ફરિયાદ નોંધાવી જ્યારબાદ કેસ સાયબર સેલ પાસે તપાસ માટે પહોંચ્યો. 26 જુલાઈના રોજ તેમના ખાતામાંથી 1,00,000 લાખ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા.
આ ઘટના વર્તમાન સમયમાં સામાન્ય થઈ ચુકી છે. દેશભરમાં કરોડો ભારતીય સાયબર હુમલાના જાલમાં ફસાઈ જાય છે. સાયબર અપરાધી અને છેતરપિંડી કરનાર લોકોની ટેકનિકલ બાબતોમાં જે ખામીઓ હોય છે તેનો લાભ ઉઠાવે છે. લોકો પાસેથી તેઓ પૈસા વસુલે છે આવા એટેક્સમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકત્તા સૌથી આગળ છે.
ઈંડિયન સાઈબર સિક્યોરિટી રિસર્ચની 2019ની થ્રેટ રિપોર્ટ
– વિન્ડોઝ ડિવાઇસીસ ગત વર્ષમાં 9 લાખ 73 હજાર સાયબર એટેક થયા હતા.
– સાયબર એટેકને કારણે વિશ્વને 3,222 અબજ રૂપિયાનું નુકસાન થયું છે
– હેકર્સની પહેલી પસંદ બેન્ક છે
– આનો અર્થ એ કે વર્ષ દરમિયાન દર મિનિટે 1,852 વિન્ડોઝ ડિવાઇસ સાયબર એટેકથી પ્રભાવિત થયા હતા.
– ભારતમાં સાયબર એટેક ટ્રોજન વાયરસ દ્વારા કરવામાં આવ્યા હતા
– તેમાં બીજા નંબર પર સ્ટેન્ડઅલોન અને ત્રીજા સ્થાને ઇન્ફેક્ટર્સ છે, જેનાથી ભારતમાં વર્ષ 2019 માં સાયબર એટેક કરવામાં આવ્યા હતા.
– રેન્સમવેરથી દર 14 મિનિટમાં એક કોમ્પ્યુટરને લક્ષ્ય બનાવવામાં આવે છે. હેકર્સએ સૌથી વધુ હુમલા રેન્સમવેરથી કર્યા છે. આ એટેકને કારણે નાણાકીય ક્ષેત્રને 60 ટકાનો ચૂનો લાગ્યો છે.
– રેન્સમવેર એટેક સાયબર એટેક્ટરની પહેલી પસંદ છે અને વર્ષ 2018 માં આ હુમલાના કારણે આખી દુનિયામાં 6 અબજ ડોલરનું નુકસાન થયું છે. ઇન્ટરનેટ સોસાયટી ઓનલાઇન ટ્રસ્ટ એલાયન્સના અહેવાલમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2021 સુધીમાં રેન્સમવેર હુમલોથી 20 અરબ ડોલરનું નુકસાન થઈ શકે છે.
– 10 માંથી 6 સાયબર એટેક ટૂલ્સ એ ટ્રોજન વાયરસના છે.
– એન્ડ્રોઇડ ફોન ઓછામાં ઓછા દર ત્રણ મિનિટમાં સાયબર એટેકનો સામનો કરે છે.