દેશમાં અર્થ વ્યવસ્થામાં મંદીના મુદ્દે કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાને રહે છે. દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર મીડિયા સામે હાજર થયા છે. આ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ સંપૂર્ણ ધ્યાન ઘર ખરીદદારો, એકપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે.
તેમણે જણાવ્યું કે, નાના ડિફોલ્ટમાં હવે કાનુની કાર્યવાહી નહીં થાય. 25 લાખ સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનીયર અધિકારીઓની મંજૂરી લેવી પડશે. નિકાસ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ સ્કીમ આરઓડીટીઈપી લોન્ચ કરવામાં આવી છે. નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ભાર આવશે.
નિર્મલા સીતારમણના જણાવ્યા પ્રમાણે એપ્રિલ જૂનમાં ઈન્ડસ્ટ્રીના રિવાઈવલના સંકેત મળ્યા છે. આ સિવાય ક્રેડિટ ગેરન્ટી સ્કીમનો ફાયદો એનબીએફસીને મળ્યો છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેન્કોનો ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. આ સિવાય ક્રેડિટ આઉટફ્લોની જાણકારી 19 સપ્ટેમ્બરના PSU બેંકોના પ્રમુખોની સાથે બેઠક કરશે. આ પહેલા અર્થવ્યવસ્થાને ધક્કો મારવા માટે નિર્મલા સીતારમણ બે વખત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે.
આજની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ
– નિર્મલા સીતારમણે 45 રૂપિયા સુધી મકાન ખરીદવા પર ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે.
– અફોર્ડેબલ, મીડિલ ઇન્કમ હાઉસિંગ માટે સરકારે 10 હજાર કરોડના ફંડની જાહેરાત કરી, આ ઉપરાંત સ્પેશિયલ વિન્ડો બનાવામાં આવશે.
– અફોર્ડેબલ હાઉસિંગ પર એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઇંગ એટલે ઇસીબી ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે.
– મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે
– વિદેશી રોકાણમાં વૃદ્ધિ થઇ છે. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.
– બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, ઘર ખરીદનાર અને ટેક્સ રિફોર્મ પર ફોકસ
– ઇનકમ ટેક્સમાં ફેસલેસ એસેસમેન્ટ શરુ થશે, તેના માટે નોટિફિકેશન જાહેર થયું છે
– ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે
– 45 રૂપિયા સુધી મકાન ખરીદવા પર ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે.
– અફોર્ડેબલ, મીડિલ ઇન્કમ હાઉસિંગ માટે સરકારે 10 હજાર કરોડના ફંડની જાહેરાત કરી, આ ઉપરાંત સ્પેશિયલ વિન્ડો બનાવામાં આવશે.
– એવા પ્રોજેક્ટ જે NPA નથી થયા અને દેવાળુ ફૂંકવાની હાલતમાં નથી, તેમને પૂરા કરવા માટે સ્પેશિયલ વિન્ડો મારફતે મદદ મળશે
– અફોર્ડેબલ હાઉસિંગ પર એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઇંગ એટલે ઇસીબી ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે.
– સરકાર સિવાય LIC, અમુક અન્ય સંગઠન અને બેન્ક અને સોવરેન ફન્ડ સ્પેશ્યલ વિન્ડો ફંડના રોકાણકાર રહેશે.
– અફોર્ડેબલ હાઉસિંગ માટે RBI સાથે ચર્ચા કર્યા બાદ ECB ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવશે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર લેનારા નાગરિકોને સુવિધા મળે.
– ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં MEIS 31 ડિસેમ્બરથી ખતમ થશે, નવી પોલિસી 2020થી લાગૂ થશે
– એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યોરન્સ સ્કિમનો દાયરો વધશે, નિકાસકારોને લોન દેનારી બેન્કોને વધારે ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે’
– નિકાસ વધારવા માટે બદલાવ કરવામાં આવ્યા છે, નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે.
– 1 જાન્યુઆરી 2020થીમર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયન સ્કિમ એટલે કે, MEISની જગ્યાએ નવી યોજના RoDTEP લોન્ચ કરવામાં આવી છે.
– નવી યોજનાથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો બોઝ વધશે. જ્યારે એક્સપોર્ટમાં E-રિફંડ જલ્દીથી લાગૂ થશે.
– 25 લાખ સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનીયર અધિકારીઓની મંજૂરી લેવી પડશે.
– નાના કરદાદાઓ પર ઇનકમ ટેક્સમાં કોઇ ખામી રહેવા પર કાર્યવાહી નહિ થાય
– ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર વિના કોઇ કમ્યુનિકેશન માન્ય નહિ હોય.
– ઇનકમ ટેક્સના જૂના મામલાઓથી જોડાયેલા વિવાદોના સેટલમેન્ટ માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે.
– એસેસમેન્ટથી જોડાયેલા કમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થશે. ટેક્સપેયરને કોઇ પીડા નહિ ભોગવવી પડે.
– ઇન્કમ ટેક્સમાં E-એસેસમેન્ટ સ્કિમ લાગૂ કરવામાં આવશે, E-એસેસમેન્ટ દશેરાથી શરૂ કરવામાં આવશે. એસેસમેન્ટમાં કોઈ વ્યક્તિ હસ્તક્ષેપ નહી કરે. આ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે.