Viral Video: હિપ્પોનું મોં કે શાકભાજી બજાર? સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થયો!
Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક હિપ્પોનો અનોખો અને મજેદાર વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિપ્પોએ એટલી બધી શાકભાજી પોતાના મોઢામાં ભરી લીધી છે કે એવું લાગે છે કે તેનો મોં નથી, એક શાકભાજી બજાર છે.
વિડિયોમાં એક રસ્તો પાણીથી ભરાયો જોવા મળે છે, જ્યાં એક હિપ્પો ધીમે ધીમે પાર્ક કરેલા વાહનો વચ્ચે પસાર થઇ રહ્યો છે. અચાનક એક વ્યક્તિ કારની અંદરથી એક તાજી ગાજર કાઢીને હિપ્પોને આપે છે. હિપ્પો મોં ખોલતાની સાથે જ તેના મોઢામાં ઘણું બધું શાકભાજી અને ફળો જોવા મળે છે, જે જોઈને લોકો અચંબિત થઇ જાય છે અને વ્યક્તિ પણ હસતો રહે છે.
View this post on Instagram
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ શેરી થઈ રહ્યો છે અને ઘણા લોકો આ હિપ્પોની આ મજેદાર ક્રિયાને ખુબ જ પસંદ કરી રહ્યા છે. હિપ્પોના આ અનોખા મોઢા સાથેનો મોહક નજારો અનેક દર્શકોને મોં ખુલ્લું રહી જાય તેટલો આનંદિત કરી રહ્યો છે.