Bharuch Farmer Success Story વિદેશી પાક દેશી ખેતરમાં: ધીરેન દેસાઈનો બ્રાઝિલિયન નારંગીનો બગીચો
દિલીપ પટેલ
અમદાવાદ, 3 જુલાઈ 2025
Bharuch Farmer Success Story ભરૂચના ખેડૂત ધીરેન્દ્ર દેસાઈ ગુજરાતના પહેલા ખેડૂત છે કે જેમણે નટાલ જાતની નારંગીની ખેતી શરૂ કરી છે. તેમને 30 રાષ્ટ્રીય અને 8 ગુજરાતના પુરસ્કાર મળેલ છે. નટાલ મૂળ બ્રાઝિલની વિશ્વ વિખ્યાત જાત છે. ભારતમાં નવી ટેકનોલોજીથી તે પેદા કરવામાં આવી છે. તેઓ કેળાની ખેતી કરવા માટે તો જાણીતા હતા હવે ઓરેંજની ખેતી કરવા માટે નવા પ્રયોગો કરી રહ્યાં છે. આસામ તથા કુર્ગ વિસ્તારમાં નારંગીનું વાવેતર રોપથી કરવામાં આવતું હતું હવે ગુજરાતમાં તે ફળની ખેતી થઈ રહી છે.
ધીરેન દેસાઈ કહે છે કે, ગુજરાત ના સૌ પ્રથમ ખેડૂત તરીકે મે જૈન સ્વીટ ઓરેન્જ (નટાલ બ્રાઝિલના સંતરા )ની વેરાયટીનું વાવેતર કર્યું છે આ વરસે 11 ડિસેમ્બર 2024ના દિવસે વાવેતર કર્યું હતું.
ટીસ્યુકલ્ચર રૂટસ્ટોક લેબોરેટરીમાં તૈયાર થાય છે અને તેના પર નટાલ વેરાયટીનું ગ્રાફટીંગ આવે છે.
ઓરેન્જના એક છોડની કિંમત 300 રૂપિયા છે. જૈન ઇરીગેશન દ્વારા જલગાંવમાં બનાવે છે. બ્રાઝિલની વેરાયટી ગ્રાફટીંગ કરે છે. ટીસ્યુકલ્ચર ટેકનોલોજી છે. સંતરાની ઉપજ અને ગુણવત્તા સુધારવા માટે ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય વેરાયટીની 60 રૂપિયા હોય છે.
અંતર
ધીરેન દેસાઈએ 1182 છોડ રોપેલા છે. 3 એકર 13 ગુંઠા – 13 બાય 9 છોડ વાવેલા છે.
વચ્ચે રહેતી 13 ફૂટ જગ્યામાં ડ્રીપથી આંતરિક પાકની ખેતી કરવાના છે. આ વર્ષે તેમાં ચોરી, લીલાધાણા વાવેલા છે. કંપની તેની તાલીમ આપે છે.
40થી 80 કિલો ઉત્પાદન એક વૃક્ષ દીઠ આપે છે.
વાતાવરણ
નારંગીની ખેતી માટે 17 થી 20 ડિગ્રી તાપમાન અનુકૂળ માનવામાં આવે છે. આ પાક 40 ડિગ્રી મહત્તમ અને 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. શુષ્ક આબોહવા, ઓછું પાણી, પાકતી વખતે ગરમી, ત્રણથી ચાર વર્ષ પછી ફળ આપે છે. વાવેતર સમયે તાપમાન 20 થી 25 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ.
ફાર્મ કેવી રીતે તૈયાર કરવું
વર્ષો સુધી ફળ મળે છે. ખેતરની જમીન ઢીલી બનાવીને પછી રોપણી કરાય છે.
ખર્ચ અને કમાણી
નારંગીની જેટલી સારી કાળજી લેવામાં આવે છે, તેટલી વધુ ઉપજ મળે છે. ઝાડમાંથી 100 થી 150 કિલો ઉપજ મેળવી શકાય છે. એક એકર ખેતરમાં લગભગ 100 છોડ રોપવાથી 10000 થી 15000 કિલોગ્રામ ઉત્પાદન મેળવી શકાય છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં લગભગ 80 ટકા સંતરાનું ઉત્પાદન થાય છે. પરંતુ આવી અનેક અદ્યતન જાતો વિકસાવવામાં આવી છે, જેની ખેતી અન્ય રાજ્યોમાં પણ શક્ય છે. ભારતમાં લીંબુ ફળોમાં નારંગીનું સૌથી મહત્વનું સ્થાન છે.સંતરાને મેન્ડરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. નારંગી તેની સુગંધ, સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ માટે પ્રખ્યાત છે.
વાવેતર
ગુજરાતમાં ઓરેન્જનું વાવેતર 162 હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન 1377 ટન થાય છે. હેકટરે સરેરાશ 8.50 ટન ફળ પાકે છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે નર્મદા 2, બનાસકાંઠા 61, પાટણ 1, મહેસાણા 15, સાબરકાંઠા 22, કચ્છ 37, જુનાગઢ 15, ભાવનગર 3, મોરબી 23, સોમનાથ 27 દ્વારકા 3 હેક્ટરમાં વાવેતર ગયા વર્ષે થયું હતું.
લીંબુની જાત હોવાથી ગુજરાતમાં તેનું ઉત્પાદન સારું આવી શકે છે. જોકે, વાતાવરણના કારણે તેનો સ્વાદ કેવો આવે છે તે અત્યંત મહત્વનું બની રહેશે. નવી જાત છે તેથી સ્વાદમાં કેવી અને ગળપણ કેવું આવે છે તેના પર ગુજરાતમાં આ જાતનો આધાર રહેશે. મૂળવતન મલાયા, ભારત કે ચીન છે. ભારતમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ, બંગાળ, મહારાષ્ટ્ર-પુણે, ધૂળિયા અને નાગપુરમાં વાવવામાં આવે છે. કેળા અને કેરી પછી નારંગી સૌથી વધુ ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લગભગ 80 ટકા સંતરાનું ઉત્પાદન થાય છે. પરંતુ આવી અનેક અદ્યતન જાતો વિકસાવવામાં આવી છે, જેની ખેતી અન્ય રાજ્યોમાં પણ શક્ય છે. જાતોમાં નાગપુર નારંગી, રક્ત નારંગી અને વેલેન્સિયા નારંગીનો સમાવેશ થાય છે. નાગપુર નારંગી તેમના મીઠા અને રસદાર સ્વાદ માટે જાણીતા છે,
આ નારંગીની સૌથી મોટી વાત એ છે કે, 20 દિવસ સુધી ટકી રહે છે. બીજી જાતો કરતાં જ્યુસ અને ગળપણ વધારે છે. તેના ફળની અંદર 2થી 3 બીજ આવે છે.
ધીરેન દેસાઈએ બ્રાજીલની નારંગીના બીજી 4 જાતના બે – બે રોપા વાવેલા છે. જેથી બીજી જાતો થાય છે કે કેમ તેનો ખ્યાલ આવી જશે. 2 કે 4 વર્ષમાં બીજી જાતો ઉત્પાદન અને ગુણવત્તામાં સારી રહેશે તો તેનું વાવેતર પણ કરી શકાશે.
નટાલ નારંગી બ્રાઝિલના નારંગીની ઉત્પત્તિ અને ખેતી
નટાલ નારંગી એ મોડી ઋતુમાં આવતા સ્વીટ ઓરેન્જ (મીઠી નારંગી)ની જાતિ છે, જે મૂળ બ્રાઝિલની છે. આજે આ જાતિ બ્રાઝિલના સાંપાઉલો અને પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ મિનાસ ગેરાઈસમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
મોસમના અંતમાં આવતી મીઠી નારંગી બ્રાઝિલથી આયાત કરવામાં આવે છે, જે ઉચ્ચ રસ ગુણવત્તા અને ઉત્પાદકતા માટે જાણીતી છે, અને બ્રાઝિલના નારંગી પટ્ટામાં એક મુખ્ય જાત છે.
અન્ય મહત્વપૂર્ણ જાતો:
નટાલ ઉપરાંત, બ્રાઝિલમાં અન્ય મહત્વપૂર્ણ મીઠી નારંગીની જાતોમાં પેરા (મધ્ય-ઋતુ), વેલેન્સિયા (અંત-ઋતુ), અને હેમલિન (પ્રારંભિક-ઋતુ)નો સમાવેશ થાય છે.
2024-25ની ઋતુ માટે બ્રાઝિલિયન નારંગીનો પાક 320 મિલિયન 90-પાઉન્ડ બોક્સ થવાની શક્યતા હતી. જે પાછલા વર્ષની સરખામણીમાં 5.4 ટકાનો વધારો દર્શાવે છે.
બ્રાઝિલ નારંગી રસ માટે જાણિતી છે.
નિકાસ સ્થળો:
બ્રાઝિલિયન નારંગી નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્પેનમાં મુખ્ય નિકાસ કરે છે.
તેલ
છાલમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ ખોરાકને સુવાસિત બનાવવા, અત્તર-ઉદ્યોગમાં અને ઔષધોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું ઉત્પાદન 0.5 % જેટલું થાય છે. પર્ણો અને તરુણ શાખાઓમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલને ‘પેટિટગ્રેઇન ઑઇલ’ કહે છે. નારંગીની છાલના નિષ્કર્ષણમાં હેલિસ્પિરિડિન 80.9 અને નૉરિરુટિન 15.3 મિગ્રા. /ગ્રા. હોય છે. આ ઉપરાંત નિષ્કર્ષમાં વિટામિન ‘સી’ અને પેક્ટિન હોય છે. બાષ્પશીલ તેલમાં 90 % ટર્પિન, લિમોનિન અને સિટ્રલ તથા સિટ્રોનેલા જેવાં આલ્ડિહાઇડ હોય છે. તેલની લાક્ષણિક વાસ તેમાં રહેલા મિથાઇલ ઍન્થ્રેનિસેટ ઍસ્ટરને કારણે હોય છે. છાલનું તેલ ફૂગ રોધી છે.
નારંગીના આરોગ્ય ફાયદા
નારંગી ફળ ખાવાથી વજન નિયંત્રણમાં મદદ કરે છે. વિટામિન સીનો સારો ભંડાર છે. ઘણા પ્રકારના ફાઈબરના ગુણ પણ હોય છે. વારંવાર ભૂખ લાગવાથી બચવામાં મદદ કરે છે. દાંતને સ્વસ્થ રાખી શકે છે. ભરપૂર કેલ્શિયમ હોય છે, જે દાંતના હાડકાં મજબૂત બનાવે છે. બ્લડ પ્રેશર ઘટાડવા માટે ફાયદાકારક છે. એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. નારંગીમાં હાજર વિટામિન સી શરદી, ઉધરસ અને કફમાં રાહત આપવામાં મદદ કરે છે.