Animal welfare investigation હાથી ભાગ્યાને મહાવતે ભાલો માર્યોને કાન કપાયો
દિલીપ પટેલ
અમદાવાદ, 3 જુલાઈ 2025
Animal welfare investigation અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ થયા હતા. અમદાવાદમાં વિવાદી જગન્નાથ મંદિરની 148મી રથયાત્રામાં હાથી પર અત્યાચાર થયા અંગે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. 16 હાથીમાંથી એક હાથી અને બે હાથણી હાથી ભાગ્યા હતા. હાથીઓને માર મરાયો હતો. મહાવતના અંકૂશ માટે વપરાતા ભાલા જેવું હથિયાર પણ હતું. પોળની અંદર ભાલાથી હાથીનો કાન વીંધીને ક્રુરતા આચરવામાં આવી હતી.
2 જૂલાઈ 2025ના રોજ આ ઘટના બાદ અમદાવાદ કલેક્ટરે અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની બેઠક બોલાવી હતી. જેમાં હાથીને માર મારવાની ચર્ચા થઈ હતી. પણ ભાજપના સાંસદ નરહરી અમીનના લોકોના કારણે તે અંગે કોઈ આદેશ કોઈ અપાયા નથી. જેના અધ્યક્ષ હોદ્દાની રૂએ કલેક્ટર હોય છે.
બલરામ હાથી આસામથી મોકલવામાં આવ્યો છે. તેની બે બહેનો સાથે તે હતો. એક બહેન અવાજ અને લોકોની ભારે ભીડના કારણે પહેલી વખત આવી અને ગભરાઈ ગઈ તેને રક્ષણ આપવા માટે બલરામ દૂર લઈ જવાનો પ્રયાસ કરતો હતો. તેને લોકોએ એવું માની લીધું કે હાથી ગાંડો થયો છે. ખરેખર તો તે તેની બે બહેનોને સલામત સ્થળે લઈ જઈ રહ્યો છે.
ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. રથયાત્રા છોડીને પોળમાં ઘૂસી ગયા હતા. નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો. પણ તેના પર ભાલાથી અત્યાચાર કરાયો હતો. તેના માર મારવામાં આવતા તે ફરી ભાગ્યો હતો.
27 જૂન ના રોજ અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ‘બાબુ’ નામનો હાથી બેકાબૂ બન્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. મોટી જાનહાનિ ટળી હતી. હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા. હાથીને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતા અને ત્રણેય હાથીને રથયાત્રામાંથી બાકાત રાખીને મંદિર પરત લઈ જવામાં આવ્યા હતા.
હાથીજણ કાશી મંદિર લઈ ગયા હતા. બલરામ હાથી ગાંડો હતો. બલરામ અને તેની બે બહેનો હતી.
પોળમાં કાન ફાટી ગયો.
ઝૂ સત્તાવાળાનો મત
દેશમાં 2500 હાથી છે. ફેબ્રુઆરી 2021માં બનાસકાંઠામાં 4 હાથી દેખાતા લોકો અને જંગલ વિભાગના કર્મચારીએ જાણ કરી હતી. ઓલ ગુજરાત ન્યુઝના જણાવ્યા પ્રમાણે 12મી ઓગસ્ટે હાથી વિશ્વ દિવસ મનાવવામાં આવે છે. ગુજરાતમાં 13 પ્રાણીઓ હતા જે લુપ્ત થઈ ગયા છે. જેમાં ચિત્તા , વાઘ, હાથી, સિંહ, જળ બિલાડી, ઊડતી ખિસકોલી, બાર્કિંગ ડિયર, કાકર, હોક્સ બિલ, કાચબો, કાચિંડા, ચાચી ગરોળી છે.
ગુજરાતમાં દાહોદ અને ચાંપાનેર એટલે કે પાવાગઢમાં 1845માં 73 હાથી પકડવામાં આવ્યા હતા. 1880માં પ્રસિદ્ધ થયેલ ગેઝેટિયરમાં પણ 17મી સદીમાં રાજપીપળા અને છોટાઉદેપુર જંગલી હાથીના વિસ્તાર તરીકે ઓળખાતા હતાં. 19મી સદીમાં ગુજરાતમાંથી સદાય માટે તેની જંગલી અવસ્થામાંથી લુપ્ત થઇ ગયું. ગુજરાતમાં લાયસન્સથી 10 હાથી રહ્યાં છે.
અમદાવાદના કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો શર્વ શાહ છે. તેઓ માને છે કે, રથયાત્રા દરમિયાન તીવ્ર અવાજ અને ભારે ભીડ જોઇ એક માદા હાથી ડરી ગઇ હતી. એક નર હાથીએ રિકેશન કર્યું. માદા હાથીને સુરક્ષા પુરી પાડવા તે એને ઓછી ભીડવાળા સ્થળ તરફ લઇ જવા દોડવા લાગ્યો. આ એક સહજ પ્રક્રિયા છે. જેવી રીતે જોખમ જોઇ મનુષ્ય પોતાના પરિવારને રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે તેવી જ રીતે નર હાથી તેની બે માદા હાથીઓને ભીડથી દૂર લઈ જવા મથી રહ્યો હતો.
હાથી શાંતિ પ્રિય પ્રાણી છે. હાથીને ભીડ પસંદ નથી. અમદાવાદમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે, મોટા અવાજે ડીજે સાઉન્ડ સિસ્ટમ વાગે છે. શાંત વાતાવરણથી ટેવાયેલા હાથીઓ ભારે ભીડ અને મોટા અવાજ સાંભળી અકળામણ અનુભવે છે.
હાથીના કાન ફફડાવવા, સુંઢ હલાવવી અને તીવ્ર અવાજ અને લોકોની ભીડથી દૂર જવાના પ્રયાસ જેવા ઉત્તેજનાનાં ચિહ્નો હતા. આક્રમકતા અથવા ગુસ્સો તરીકે ખોટી રીતે અર્થઘટન કરી શકાય છે.
હાથીઓ પણ અજાણ્યા સ્થળે અસહજતા અનુભવ કરે છે. આસપાસના વાતાવરણથી અજાણ પ્રાણીઓ ગભરાટ અને દિશાહિન બનવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે અણધાર્યું વર્તન કર્યું હોઈ શકે છે.
હાથી સંવેદનશીલ પ્રાણી છે. હાથી સામે તેને ન ગમતી હરકત કે વર્તણૂક કરવાથી ગુસ્સે થઇ શકે છે. સૂંઢ, કાન કે પુંછડી અડવાથી હાથી અસહજ અનુભવે છે.
ઝૂના સ્ટાફ, મહાવત અને પોલીસ તપાસ કરી અને મામલો ઢાંકી દીધો હતો.
વિડિયો
હાથીને મહાવત દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહ્યો હોવાનું નજરે ચડ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસ જગન્નાથ મંદિરના સંચાલકો પાસેથી વીડિયો અંગે ખરાઈ કરવા માટે રિપોર્ટ માંગ્યો હતો.
હાથીને ફટકા
28 જૂન 2025ના રોજ અમદાવાદમાં રથયાત્રા પછી જગન્નાથ મંદિરના હાથી પર 43 સેકન્ડમાં 19 ફટકા માર્યા હતા. અબોલ પ્રાણી ને મારવું યોગ્ય નથી.
રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થવા મામલે મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાને આગળ વધારવા પોલીસ સતત દબાણ કરતા હોય છે. જેના કારણે બિનજરૂરી વ્હીસલ વગાડાતી હોવાથી હાથી ગભરાયા હતા.
વીડિયો અને જે હાથી બેકાબૂ થયા હતા તેને કોઈ લેવાદેવા નથી. વીડિયો અહીં નો છે પણ ક્યારનો છે તે ખયાલ નથી. વીડિયો બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. 16 હાથી અને જે હાથી બેકાબૂ થયો હતો તે સુરક્ષિત જગ્યા પર છે.
40 હજાર પોલીસ
17 હાથીઓની તપાસ કરી, દરેકની સાથે બે મહાવત હતા. 35 મહાવત હતા. વન અધિકારીઓ તપાસ કરી હતી. વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મહાવત ભાગી ગયો હતો. 35 મહાવતના નિવેદનો લેવાયા હતા. પણ તેમાં હાથી પર અત્યાચાર કરી રહ્યો છે તે મહાવત તેમાં ન હતો. હાયકવાડ પોલીસે તપાસ કરી. વિડિયો રથયાત્રાના દિવસનો કે તે પછીનો ન હતો. વિડિયો રથયાત્રા પહેલાનો હોવાનું પોલીસ માને છે. વિડિયોમાં જમીન પર ઊગેલુ ઘાસ તપાસ વખતે ન હતું. 17 હાથીમાંથી બલરામ ગજરાજ તેની પાસે જાય છે. વનતારાના અધિકારીઓ આવે છે. સુએઝ ફાર્મ પાસેના મેદાનમાં લઈ જવાયા હતા. ગુજરાતમાં માત્ર 20 હાથી રાખવા માટે લોકોને પરવાનો આપવામાં આવ્યો છે.
ઝાની નફ્ફટ વાત
અમદાવાદમાં હાથી પર કરાયેલી ક્રૂરતા અંગે જગન્નાથ મંદિરના વિવાદી ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે વીડિયો હાથીખાનાનો છે. હાથીને પાતળા દંડાના મારથી શું થાય? મહાવતનો ફેક વિડિયો બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી હોય તેવું બની શકે. હાથી રાજસ્થાનથી રથયાત્રામાં આવ્યો હતો. હાથીને શીખવવા માટે પણ લાકડીનો ઉપયોગ થતો હોય છે. હાથીને મારતા હોય તેવું ના કહેવાય. હાથી બહારનો હતો એટલે મહાવત પણ બહારનો હતો. મહાવત મળ્યા બાદ હકીકત સામે આવશે.
જગદીશ મહારાજનું જૂઠ
જગન્નાથ મંદિરના હાથીખાનાના સંચાલક જગદીશ મહારાજ છે. મંદિરના સંચાલકો અને હાથીખાનાના સંચાલક દ્વારા ઢાંકપિછોડો કર્યો છે. જગદીશ મહારાજે કહ્યું કે, વીડિયોમાં જે વ્યક્તિ હાથીને માર મારી રહ્યો છે તે હાથીખાનામાં કાર્યરત નથી. બેકાબૂ થયેલા હાથીઓને સુરક્ષિત રીતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. તબિબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. વીડિયો જગન્નાથ મંદિરના હાથીખાનાનો નથી. મંદિરના મેનેજરોને બદનામ કરવા વીડિયો ઉતાર્યો છે.
પ્રાણી કલ્યાણ સંગઠનો અને પ્રાણી પ્રેમીઓ દ્વારા આ મામલે સઘન તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
રાજકીય રથયાત્રા બની
આમેય અમદાવાદમાં વિમાનના અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા તેથી મંદિરના સત્તાવાળાઓ રથયાત્રા સાદગીથી કાઢવા માંગતા હતા. જેમાં માત્ર પ્રસાદની ટ્રકો અને 3 રથ રાખવા માંગતા હતા. જે અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા પણ કરી હતી. પણ મોતનો મલાજો જાળવવા માનવતા રાખવાના બદલે રંગેચંગે રથયાત્રા કાઢવા કહ્યું હોઈ શકે છે. કારણ કે ટ્રકો પર ઓપરેશન સિંદુરના બેનરો ભાજપના કહેવાથી લગાવી દેવામાં આવ્યા હતા. કેન્દ્ર અને ગુજરાતના ગૃહ પ્રધાન રથયાત્રામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન પણ આવ્યા હતા. જો સાદગીથી રથયાત્રા કઢાય તો આવી તામજામ થઈ શકે નહીં. આમ ભાજપ સરકારે રથયાત્રાને રાજકીય રૂપ આપી દીધું હતું.
સોસાયટીની સભ્યો
અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્યોમાં અધ્યક્ષ ( હોદ્દાની રૂએ ) – જિલ્લા કલેક્ટર
વાઇસ ચેરપર્સન ( હોદ્દાની રૂએ ) – જિલ્લા વિકાસ અધિકારી
વાઇસ ચેરપર્સન ( હોદ્દાની રૂએ ) – જિલ્લા પોલીસ અધિક્ષક
વાઇસ ચેરપર્સન (હોદ્દાની રૂએ) – જિલ્લામાં પશુ કલ્યાણ પ્રવૃત્તિઓમાં રોકાયેલા જાણીતા માનવતાવાદી, અધ્યક્ષ દ્વારા ઓળખાવા માટે (નિમણૂક કરતી વખતે ફક્ત નામ અને હોદ્દો, જો કોઈ હોય તો)
માન સચિવ ( હોદ્દાની રૂએ ) – નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સહાયક પશુપાલન નિયામક. જિલ્લા પંચાયત (ડાંગ અને ગાંધીનગર જિલ્લાના કિસ્સામાં)
કારોબારી સચિવ ( હોદ્દાની રૂએ ) – અધ્યક્ષ દ્વારા ઓળખાતા જાણીતા માનવતાવાદી અથવા માનદ પશુ કલ્યાણ અધિકારી (નિમણૂક કરતી વખતે ફક્ત નામ અને હોદ્દો, જો કોઈ હોય તો)
સભ્યો (ફક્ત બિન-આધિકારીક) – સમાજના સભ્યોની સામાન્ય સંસ્થા દ્વારા ચૂંટાયેલા બે સભ્યો.
સભ્યો (બિન-અધિકારી) – અધ્યક્ષ દ્વારા ઓળખાવા જિલ્લામાંથી પશુ કલ્યાણ સંસ્થાઓના બે સભ્યો (જ્યારે અહીં નામ અને હોદ્દો, જો કોઈ હોય તો)
સભ્ય (હોદ્દાની રૂએ) – જિલ્લા વન અધિકારી
સભ્ય (હોદ્દાની રૂએ) – પ્રાદેશિક પરિવહન અધિકારી
સભ્ય (હોદ્દાની રૂએ) – રાજ્યના નિગમ ક્ષેત્રમાં સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર અથવા નાયબ / મ્યુનિસિપલ.
સભ્ય (હોદ્દાની રૂએ) – જિલ્લા શૈક્ષણિક અધિકારી
સભ્ય ભારતના પશુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિ