Mahindra BE 6 અને XEV 9e નવા 79kWh બેટરી પેક સાથે: એક ચાર્જમાં 500 કિમી સુધીની રેન્જ, પરંતુ કિંમતમાં વધારો
Mahindra BE 6 અને XEV 9e ઇલેક્ટ્રિક SUV હવે નવા પેક ટુ વેરિઅન્ટમાં 79kWh બેટરી પેક સાથે બજારમાં આવી રહ્યા છે. અગાઉ 59kWh બેટરી સાથે ઉપલબ્ધ આ બંને મોડલ હવે વધુ શક્તિશાળી અને લાંબી રેન્જ માટે અપગ્રેડ થયા છે.
નવા બેટરી પેકની કિંમત અને વિગતો:
BE 6 પેક ટુ વેરિઅન્ટ 79kWh બેટરી સાથેની કિંમત 23.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે XEV 9e પેક ટુ વેરિઅન્ટ 79kWh બેટરી સાથે 26.50 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. તમામ કિંમત એક્સ-શોરૂમ છે અને તેમાં ચાર્જર અને ઇન્સ્ટોલેશનના ખર્ચ શામેલ નથી.
ચાર્જરની કિંમત અલગથી 50,000 રૂપિયા (7.2kW AC ફાસ્ટ ચાર્જર) અને 75,000 રૂપિયા (11.2kW AC ફાસ્ટ ચાર્જર) આવે છે.
શક્તિ અને રેન્જ:
79kWh બેટરી પેક 282 bhp પાવર અને 380 Nm ટોર્ક પૂરો પાડે છે. કંપનીનો દાવો છે કે આ નવી બેટરી સાથે SUV એક ચાર્જ પર લગભગ 500 કિમી સુધી ચલાવી શકાય છે.
ફાસ્ટ ચાર્જિંગ માટે, 175kW DC ફાસ્ટ ચાર્જર ઉપયોગમાં લઈને 79kWh બેટરીને માત્ર 20 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ કરી શકાય છે, જ્યારે 59kWh બેટરી માટે 140kW DC ફાસ્ટ ચાર્જર જેટલો જ સમય લાગે છે.
કઈ વાઈસ ગ્રાહકો માટે છે આ નવા મોડલ?
આ વેરિઅન્ટ ખાસ કરીને તેઓ માટે છે જેઓ લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ કરતા હોય અને વધારે રેન્જની જરૂરિયાત ધરાવે. મહિન્દ્રાની આ નવી SUVs INGLO પ્લેટફોર્મ અને MAIA આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી સાથે સજ્જ છે, જે ડ્રાઇવિંગ અનુભવને વધુ સ્માર્ટ અને આરામદાયક બનાવે છે.
આ બંને મોડલમાં સ્ટાઇલિશ ડિઝાઇન, પ્રીમિયમ કેબિન અને આધુનિક ટેકનોલોજી છે, જે તેમને બજારમાં સ્પર્ધાત્મક બનાવે છે.
ડિલિવરી શરુ:
કંપની જુલાઈ 2025 ના અંત સુધીમાં આ નવા વેરિઅન્ટની ડિલિવરી શરૂ કરવાની તૈયારીમાં છે.