US: B-2 બોમ્બર અને ફાઈટર પ્લેન સાથે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ઉજવણી: ટ્રમ્પે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પર હસ્તાક્ષર કર્યા
US: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી, જ્યાં B-2 બોમ્બર અને આધુનિક ફાઈટર પ્લેનોનું શાનદાર ફ્લાયપાસ્ટ જોવા મળ્યું. આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બાલ્કનીમાંથી દર્શકોનું સ્વાગત કરતા નજરે પડ્યા.
B-2 બોમ્બર, F-35 અને F-22 ફ્લાયપાસ્ટ
વિશેષતા એ હતી કે બે B-2 સ્પિરિટ સ્ટેલ્થ બોમ્બરોએ વ્હાઇટ હાઉસ ઉપરથી ફ્લાયપાસ્ટ કર્યો, જે તાજેતરમાં ઈરાનની પરમાણુ સાઇટ્સ પર હુમલાની કામગીરીમાં પણ કામમાં લેવાયા હતા. આ ઉપરાંત, F-35 અને F-22 ફાઈટર વિમાનોએ પણ આ જ ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો, જે રાષ્ટ્ર માટે શૌર્ય અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પર હસ્તાક્ષર અને નવી શરુઆત
સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પર હસ્તાક્ષર કર્યા, જે હવે કાયદા રૂપે અમલમાં આવશે. આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી માત્ર એક દિવસમાં પસાર થયો હતો અને ટ્રમ્પના ઐતિહાસિક કાયદાઓમાં ગણાય છે.
ટ્રમ્પે કહ્યું, “આ બિલ સાથે દેશના જુદા જુદા વર્ગના લોકો વધુ સુરક્ષિત અને સશક્ત અનુભવશે. આમાં સૈનિકો, સામાન્ય નાગરિકો અને વિવિધ ક્ષેત્રના કાર્યકરોનો સમાવેશ થાય છે.” તેમણે સાઉથ ડાકોટાના સેનેટ મેજોરિટી લીડર જોન થુન અને લ્યુઇસિયાનાના હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સનની પ્રશંસા કરી, જેઓએ આ બિલ પસાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ટ્રમ્પે આ બિલને ‘નવા સુવર્ણ યુગની શરૂઆત’ ગણાવી અને કહ્યું કે આ ટીમને કોઈ પણ હારાવી શકતું નથી.
આ રીતે, અમેરિકાના ૨૦૨૫ ના સ્વતંત્રતા દિવસને સેનાથી લઈને રાજકીય સિદ્ધિઓ સુધીની ઉજવણી સાથે યાદગાર બનાવવામાં આવી.