Maruti new SUV 2025: મારુતિ સુઝુકી લાવી રહી છે બે નવી SUV, EV અને હાઇબ્રિડ સેગમેન્ટ પર ખાસ ધ્યાન
Maruti new SUV 2025: ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી હવે SUV સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. કંપની બે નવી SUV લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાંથી એક એકદમ નવી 5-સીટર SUV હશે અને બીજી વધુ મહત્વાકાંક્ષી ઇલેક્ટ્રિક મોડેલ – e Vitara.
એન્ટ્રી-લેવલ નવી SUV: ગ્રાન્ડ વિટારાથી સસ્તી, ફીચરમાં તીવ્ર
મારુતિ એક નવી કોમ્પેક્ટ SUV પર કામ કરી રહી છે, જે ગ્રાન્ડ વિટારા કરતા થોડી છોડી પણ વધુ ઍફોર્ડેબલ હશે. આ SUV ને Nexa ડીલરશીપ નહીં, પરંતુ Arena નેટવર્ક દ્વારા વેચવામાં આવશે, જેથી સામાન્ય ગ્રાહકો માટે તે વધુ ઉપલબ્ધ અને બજેટ-ફ્રેન્ડલી રહે. આવનારી SUVનું સંભવિત નામ “એસ્કુડો” હોઈ શકે છે (હાલ અનોફિશિયલ).
એન્જિન વિકલ્પ: માઇલ્ડ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ
નવી SUVમાં 1.5 લિટર માઇલ્ડ-હાઇબ્રિડ અને સ્ટ્રોંગ-હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન વિકલ્પ મળવાની શક્યતા છે. એટલું જ નહીં, ભાવિમાં CNG મોડેલ પણ રજૂ થઈ શકે છે, જેથી બજેટ-સેવિંગ માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.
અંદાજિત કિંમત
આ નવી SUVની કિંમત લગભગ ₹10 લાખથી ₹15 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે. અત્યાર સુધીના ટેસ્ટિંગ સ્પોટિંગથી એવું લાગશે કે તેની ડિઝાઇનમાં ગ્રાન્ડ વિટારા અને ઇલેક્ટ્રિક વિટારાની ઝલક જોવા મળશે.
ફીચર લોડેડ ઇન્ટિરિયર
ઇન્ટિરિયર મામલે પણ આ SUV કોઈ રીતે પીછેહઠ કરશે નહીં. તેમાં શક્યતઃ નીચેના ફીચર્સ શામેલ થઈ શકે છે:
- 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ
- મલ્ટીપલ એયરબેગ્સ
- ક્લાઇમેટ કંટ્રોલ
- સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
e Vitara: મારુતિની પહેલી સંપૂર્ણ ઈલેક્ટ્રિક SUV
મારુતિ સુઝુકી પોતાની પહેલી ઈલેક્ટ્રિક SUV e Vitara પણ 2025ની તહેવારોની સિઝન સુધી લોન્ચ કરી શકે છે. આ મોડેલ ત્રણ ટ્રિમમાં આવશે – Delta, Zeta અને Alpha.
બેટરી પેક વિકલ્પ:
- 48.8 kWh
- 61.1 kWh
રેન્જ:
- કુલ 500km સુધીની રેન્જ ઓફર કરવાની ક્ષમતા.
આ SUV ભારતમાં Tata Harrier EV, Mahindra BE 6, Hyundai Creta EV જેવી મિડસાઇઝ ઇલેક્ટ્રિક SUV સાથે સ્પર્ધા કરશે. સૂત્રોના અનુસાર, e Vitaraની પ્રારંભિક કિંમત આશરે ₹18 લાખ હોઈ શકે છે.
મારુતિની આવનારી SUV લાઇનઅપ દેખાડે છે કે કંપની હવે ફક્ત બિજેટ સેગમેન્ટ નહીં, પણ હાઇબ્રિડ અને EV માર્કેટ પર પણ મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે. ઓછામાં વધુ આપતી SUV માટે આપ જો રાહ જોઈ રહ્યાં હો, તો આ નવા મોડલ્સ ચોક્કસ તમને ખેંચી શકે છે.