Delhi High Court: હાઈકોર્ટમાં તુર્કી કંપનીને ઝટકો, સુરક્ષા ક્લિયરન્સ અંગેની અરજી ફગાવાઈ
Delhi High Court: Turkey કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને દિલ્હી હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્ર સરકારે કંપનીની સુરક્ષા ક્લિયરન્સ રદ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે “આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવાયો છે” અને સરકારની કાર્યવાહીમાં કોઈ અવ્યવહારિકતા જોવા મળતી નથી.
ઓપરેશન સિંદૂર પછી લેવાયો નિર્ણય
સેલેબી એવિએશન હોલ્ડિંગ, જે ભારતમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને 10,000 કરતાં વધુ લોકોને રોજગારી આપે છે, તેની ભારતની બ્રાંચને કેન્દ્ર સરકારે “રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી” ગણાવી સુરક્ષા મંજૂરી રદ કરી હતી. આ નિર્ણય 15 મે, 2025ના રોજ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા લેવામાં આવ્યો હતો.
કંપનીએ દાખલ કરી અરજી, પરંતુ…
સેલેબીના વકીલે દલીલ કરી હતી કે નિર્ણય લેવામાં પહેલા કંપનીને સાંભળવાની તક મળી હોવી જોઈએ હતી. પણ હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારને આગળ વધવાનો સંપૂર્ણ અધિકાર છે, ખાસ કરીને જ્યારે “સેવામાં ખતરો હોવાનો સંકેત” હોય ત્યારે.
9 એરપોર્ટ પર કામગીરી, પરંતુ હવે ભવિષ્ય અનિશ્ચિત
સેલેબી ભારતના વિવિધ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સર્વિસિસ પૂરી પાડતી હતી. હવે સુરક્ષા મંજૂરી રદ થવાના પગલે, કંપનીની ભારતની કારોબારી કામગીરી પર ગಂಭીર અસર થઈ શકે છે.