Clove water benefits: દરરોજ રાત્રે લવિંગનું પાણી પીવાથી શરીરમાં થઈ શકે છે આશ્ચર્યજનક ફેરફાર – 14 દિવસમાં અનુભવાશે ફાયદો
Clove water benefits: લવિંગ માત્ર રસોડાનો મસાલો નથી, તે એક શક્તિશાળી ઔષધીય તત્વ છે. જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા લવિંગનું પાણી પીવો, તો માત્ર 14 દિવસમાં શરીરમાં અનેક સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. તેમ ઇન્ટરનેટ પર અનેક હેલ્થ એક્સપર્ટ્સનો દાવો છે.
Clove water benefits: લવિંગમાં યુજેનોલ નામનો પદાર્થ હોય છે, જે કુદરતી શામક તરીકે કામ કરે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત, તે પાચન, રોગપ્રતિકારક શક્તિ, રક્ત ખાંડ અને શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.
લવિંગનું પાણી પીવાના ફાયદા
1. ઊંઘ સુધારવી:
યુજેનોલ તણાવ ઘટાડે છે અને શાંત ઊંઘ માટે મદદરૂપ બને છે.
2. પાચનતંત્ર મજબૂત કરવું:
લવિંગ પાણી પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે અને ગેસ, અપચો તથા કબજિયાતમાંથી રાહત આપે છે.
3. રોગપ્રતિકારક શક્તિ વધારવી:
તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ શરીરને ચેપ અને મોસમી રોગોથી બચાવે છે.
4. બ્લડ શુગર કાબૂમાં રાખવો:
લવિંગ ઈન્સ્યુલિન સંવેદનશીલતામાં વધારો કરે છે, જે ડાયાબિટીસ ધરાવતા માટે લાભદાયક છે.
5. વજન ઘટાડવામાં મદદરૂપ:
તે મેટાબોલિઝમ વધારે છે અને ભૂખ નિયંત્રિત કરે છે.
6. શ્વસન તંત્રમાં રાહત:
કુદરતી કફ નાશક તરીકે લવિંગ ખાંસી અને લાળમાંથી રાહત આપે છે.
શક્ય આડઅસરો અને કોણે બચવું જોઈએ?
લવિંગનું પાણી ફાયદાકારક હોવા છતાં, તે દરેક માટે યોગ્ય ન પણ હોય. ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાના મતે:
ડાયાબિટીસના દર્દીઓએ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ન કરવો જોઈએ, કારણ કે તે બ્લડ શુગર ખુબ ઓછું કરી શકે છે.
લોહી પાતળું કરનારી દવા (જેમ કે વોરફેરિન) લેતા લોકોએ પણ લવિંગ પાણીથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે રક્તસ્રાવના જોખમમાં વધારો કરી શકે છે.
એલર્જી કે શ્વાસસંબંધિત પ્રતિક્રિયાઓ પણ કેટલાક લોકોને થઈ શકે છે.
View this post on Instagram
લવિંગનું પાણી, જો મર્યાદિત માત્રામાં અને યોગ્ય માર્ગદર્શન સાથે લેવામાં આવે, તો તે આરોગ્ય માટે બહુ લાભદાયક બની શકે છે. જો તમે રાત્રે સૂતા પહેલાં નિયમિતપણે તેનું સેવન કરો છો, તો ઊંઘથી લઈને પાચન અને ઈમ્યુનિટી સુધી સુધારો અનુભવાઈ શકે છે. જોકે, કોઈપણ ઘરેલું ઉપાયને દિનચર્યામાં સામેલ કરતા પહેલા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી સલાહભરેલી રહે છે.