Russia Ukraine conflict: યુક્રેન વિરૂદ્ધ રશિયાની કારવાઈ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન: યુરોપીય અદાલતનો નમ્ર અહેવાલ
Russia Ukraine conflict: રશિયા સામે યુક્રેન યુદ્ધ દરમિયાન માનવાધિકારના ઉલ્લંઘન માટે વધુ એક મોટો આંચકો આવ્યો છે. યુરોપની સૌથી ઉચ્ચ માનવાધિકાર અદાલતએ પહેલી વખત સ્પષ્ટ રીતે કહ્યું છે કે રશિયાએ યુક્રેનમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. આ નિર્ણય માત્ર હાલના યુદ્ધ માટે જ નહીં, પણ 2014માં થયેલી દુર્ઘટનાને લઈને પણ રશિયાને જવાબદાર બનાવે છે.
MH17 વિમાન દુર્ઘટનામાં પણ રશિયાની ભૂમિકા સ્વીકારાઈ
આ નિર્ણયનું બીજું એક મહત્વનું પાસું એ છે કે કુખ્યાત MH17 વિમાન દુર્ઘટના માટે રશિયાને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. 2014 માં, યુક્રેનના ડોનેટ્સક પ્રદેશ ઉપર 33,000 ફૂટની ઊંચાઈએ ઉડતું મલેશિયન એરલાઇન્સ બોઇંગ 777 વિમાન મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં 298 નિર્દોષ મુસાફરોના મોત થયા હતા.
તપાસના આધારે જાણ થયું કે આ હુમલો રશિયન “BUK” મિસાઈલ સિસ્ટમ દ્વારા થયો હતો. જે વિસ્તારમાંથી હુમલો થયો હતો, તે સમયે રશિયા સમર્થિત બળવાખોરોના નિયંત્રણ હેઠળ હતો. આંતરરાષ્ટ્રીય તપાસ ટીમ (JIT), જેમાં નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, બેલ્જિયમ અને યુક્રેન સામેલ હતા, એ આ દુર્ઘટનાને લઈને વિવિધ પુરાવાઓ ભેગાં કર્યા હતા.
યુક્રેનિયન બાળકોના અપહરણનો મુદ્દો પણ
યુક્રેન પર 2022થી ચાલુ રશિયાના હુમલાઓ વચ્ચે યુક્રેનિયન બાળકોના અપહરણ જેવા ગંભીર આરોપ પણ સામે આવ્યા છે. હવે, યુરોપિયન અદાલતના ચુકાદા પછી આ મુદ્દાને વધુ વૈશ્વિક મહત્વ મળશે.
રશિયાનો ઇનકાર અને રાજકીય વાંધાઓ
રશિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને JITની કાયદેસરતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ તપાસ રાજકીય અસર હેઠળ છે અને હુમલો યુક્રેન તરફથી થયો હોવાની શક્યતાને અવગણવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધે તેવી શક્યતા
2022માં નેધરલેન્ડની એક અદાલતે ત્રણ રશિયન અને એક યુક્રેનિયન બળવાખોરને ગેરહાજરીમાં દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, આજદિન સુધી તેઓ પકડાઈ શક્યા નથી. આ ઘટનાથી સ્પષ્ટ છે કે રશિયા પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધશે અને માનવાધિકારના હકમાં વધુ પગલાં લેવામાં આવશે.