વામાં ડૂબેલા રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. આ ગ્રુપ હવે પોતાની વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસને વેચવાની તૈયારીમાં છે. સમાચાર અનુસાર, નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની InCred ફાઈનાન્સ અનિલ અંબાણી પાસે આ માટે ડીલ કરી શકે છે. દેવું ચૂકવવા માટે અનિલ અંબાણી અનેક દિવસોથી મોટા નિર્ણયો લઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસને વેચીને તે ગ્રુપ ઉપર મંડરાઈ રહેલા સંકટના વાદળોને થોડો હટાવી શકે છે.
હાલમાં અનિલ અંબાણી નોન-કોર એસેટ્સ બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો છે . જે બાદ તેઓ આ યોજના હેઠળ આગળ વધી રહ્યા છે. 3500 કરોડની પ્રોપર્ટીના પ્રબંધન કરનારી વેલ્થ મેનેજમેન્ટ રિલાયન્સ વેલ્થની સાથે જો InCred ફાઈનાન્સની ડીલ પોતાના અંજામ સુધી પહોંચે છે, તો આ હાલમાં જ વેલ્થ મેન્જમેન્ટ બિઝનેશમાં 3 સૌથી મોટી ડીલ સાબિત થશે. InCred જો આ ડીલને પૂર્ણ કરે છે તો વેલ્થ મેનેજમેન્ટ બિજનેસમાં આ તેની સીધી એન્ટ્રી હશે. કંપનીએ અત્યાર સુધી વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસમાં હાથ નથી અજમાવ્યો.
છેલ્લા ઘણાં સમયથી વેલ્થ મેનેજમેન્ટ બિઝનેશ પર સેબીના એક નિર્ણયનો પ્રભાવ પડ્યો હતો. જોકે સેબીના ડિસ્ટ્રીબ્યૂટરો અને રોકાણ સલાહકારોના મ્યૂચુઅલ ફંડથી મળતા કમિશનને આ વર્ષે એપ્રિલમાં બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ નિર્ણયથી વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ પર સીધો પ્રભાવ પડ્યો છે. અનિલ અંબાણીની રિલાયન્સ સિક્યોરિટીઝથી અલગ કરી રિલાયન્સ વેલ્થની સ્થાપના કરી હતી.
તો હાલમાં જ રિલાયન્સ ગ્રુપે પોતાના મ્યૂચુઅલ ફંડ બિઝનેશમાં પણ ભાગીદારી વેચવાની જાહેરાત કરી છે. આ સાથે રિલાયન્સ કોમ્યુનિકેશનની અનુસાંગિક કંપની ગ્લોબલ ક્લાઉડ એક્સેચેન્જ લિમિટેડ(GCX)ના અમેરિકામાં નાદારીની પ્રક્રિયા શુરૂ કરવા માટે આવેદન કર્યુ છે. જીસીએક્સના નિવેદનમાં કહ્યું કે, તેની 75 ટકાથી વધુ ઋણદાતાઓના સમર્થનથી સ્વૈચ્છિક ચેપ્ટર 11ના હેઠળ પુનર્ગઠન શરૂ કરવામાં આવશે.