Video: ફ્લાઇટમાં પાણીની બોટલ પર પ્રતિબંધ, પણ નાળિયેરને મળી એન્ટ્રી! જાણો શું છે આ ‘મેટ્રિક્સ હેક’
જો તમે ક્યારેય વિમાનમાં મુસાફરી કરી હોય, તો તમે જાણતા હશો કે સિક્યોરિટી ચેક દરમિયાન પીવાના પાણીની બોટલ અંદર લઈ જવાની મનાઈ હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ આ નિયમનો એવો તોડ કાઢ્યો છે કે તેનો વીડિયો લાખો લોકો જોઈ રહ્યા છે. આ વ્યક્તિ ફ્લાઇટમાં આખું નાળિયેર (Coconut) લઈને પહોંચી ગયો છે.
શું છે આ વિચિત્ર ટ્રેન્ડ?
વાયરલ વીડિયોમાં એક શખ્સ દાવો કરે છે કે એરપોર્ટ પર સિક્યોરિટી તમને પાણીની બોટલ લઈ જતા અટકાવે છે, પરંતુ આખા નાળિયેરને લઈ જતા રોકતા નથી. તેનું કહેવું છે કે જો તમે ફ્લાઇટમાં તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માંગતા હોવ અને મોંઘા ભાવનું પાણી ખરીદવા ન માંગતા હોવ, તો નાળિયેર એક ઉત્તમ વિકલ્પ છે.
અમેરિકાના નિયમનો ફાયદો ઉઠાવ્યો
આ શખ્સે જે નિયમનો ઉલ્લેખ કર્યો છે તે મુખ્યત્વે અમેરિકાની ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) સાથે જોડાયેલો છે. નિયમ મુજબ, મુસાફરો તેમના હેન્ડ બેગેજમાં 100 મિલીલીટરથી વધુ પ્રવાહી (Liquid) લઈ જઈ શકતા નથી. જોકે, આખા ફળ તરીકે નાળિયેરને મંજૂરી મળી જાય છે, કારણ કે તેનું પાણી કુદરતી રીતે અંદર સીલ કરેલું હોય છે.
matrix hack
they won’t let you take through a full water bottle
but they do let you take through full, unopened coconuts
take a wooden stick tool to open them
arrive to your destination hydrated pic.twitter.com/4ZYgCP5R1M
— ⚡️🌞 Sol Brah 🌞🐬 (@SolBrah) December 16, 2025
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
એક્સ (ટ્વિટર) પર @SolBrah નામના આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ એક મેટ્રિક્સ હેક છે… તેઓ તમને પાણીની બોટલ અંદર લઈ જવા નહીં દે, પણ આખું નાળિયેર લઈ જવા દેશે. તેને ખોલવા માટે લાકડાની સ્ટીક જેવું ટૂલ સાથે રાખો અને મંજિલ પર હાઇડ્રેટેડ થઈને પહોંચો.” આ 5 સેકન્ડના વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળ્યા છે અને લોકો રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે:
- એક યુઝરે લખ્યું, “નાળિયેર ફોડતી વખતે બાજુમાં બેઠેલા મુસાફરોનું શું થશે?”
- બીજાએ પૂછ્યું, “શું સિક્યોરિટી નાળિયેર ફોડવા માટે ધારદાર હથિયાર અંદર લઈ જવા દેશે?”
શું ખરેખર આવું કરવું સુરક્ષિત છે?
ભલે આ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો હોય, પરંતુ એરપોર્ટ સિક્યોરિટીના નિયમો દેશ અને એરલાઇન્સ મુજબ અલગ-અલગ હોય છે. ભારતમાં ઘરેલું ફ્લાઇટ્સમાં નાળિયેર (ખાસ કરીને સૂકું નાળિયેર) લઈ જવા પર કેટલીકવાર પ્રતિબંધ હોય છે કારણ કે તે જ્વલનશીલ પદાર્થોની શ્રેણીમાં આવી શકે છે.
આ ‘ટ્રાવેલ હેક’ જોવામાં ભલે સ્માર્ટ લાગતો હોય, પરંતુ પ્રેક્ટિકલી તે મુશ્કેલ બની શકે છે. ફ્લાઇટમાં નાળિયેર કેવી રીતે ફોડવું અને તેનાથી બીજા મુસાફરોને થતી અગવડતા એક મોટો પ્રશ્ન છે. જોકે, સોશિયલ મીડિયા પર આ પરાક્રમ જોઈને લોકો આશ્ચર્યચકિત ચોક્કસ થયા છે.