ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી સંપર્ક સાધવાની સમય સીમા સમાપ્ત થઈ રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે નાસાએ મૂન ઓર્બિટરથી ચંદ્રના એક ક્ષેત્રની તસવીર લીધી છે જ્યાથી ચંદ્રયાન-2નો ભારતનો સંપર્ક ટૂટી ગયો હતો.
નાસાના એક વૈજ્ઞાનિકના હવાલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, NASAએ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર પોતાના લૂનર રિકોનસેંસ ઓર્બિટરની મદદથી 17 સપ્ટેમ્બરે તસવીરો લીધી હતી. નાસા હાલ આ તસવીરોનું વિશ્લેષણ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં જ વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ લેન્ડ થવાથી બે કિલો મિટર પહેલા જ ઈસરોથી સંપર્ક તૂટી ગયો હતો.
વિક્રમ લેન્ડરથી સંપર્ક સાધવાની સંભાવના 21 સપ્ટેમ્બર સુધી છે. જે બાદ ચંદ્રના તે ક્ષેત્રમાં અંધારૂ થઈ જશે. લૂનર રિકોનસેંસ ઓર્બિટર (LRO)ના ડિપ્ટી પ્રોજેક્ટના વૈજ્ઞાનિક જોન કોલરે એક નિવેદન દ્વારા કન્ફર્મ કર્યો છે કે ઓર્બિટરના કેમેરાએ તસવીર લીધી છે.