ઇતિહાસની સૌથી મોટી એફઆઈઆર ઉત્તરાખંડના કાશીપુર પોલીસ મથકે લખાઈ રહી છે. અહેવાલ લખતી વખતે ચાર દિવસ વીતી ગયા, પણ હજી તે પૂર્ણ થયો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેને પૂર્ણ કરવામાં બે થી ત્રણ દિવસનો સમય હજુ પણ લાગી શકે છે.
ઉત્તરાખંડમાં એફઆઈઆરના 88 પાના લખાઈ ચૂક્યા છે. પોલીસને આ FIR લખતા પરસેવો છૂટી રહ્યો છે. આ FIR 7 દિવસમાં પૂર્ણ થશે.
આ મામલો અટલ આયુષ્માન યોજના સાથે સંબંધિત છે. પોલીસ આ કૌભાંડમાં સામેલ બે મોટી હોસ્પિટલો સામે એફઆઈઆર નોંધી રહી છે. આ એફઆઈઆર પોલીસ માટે પણ માથાનો દુખાવો બની છે. હિન્દી અને અંગ્રેજીમાં મોકલાયેલી આ એફઆઈઆર લખવામાં પોલીસને પરસેવો છૂટી રહ્યો છે.
હકીકતમાં પોલીસ એફઆઈઆર ટાઇપિંગ સૉફ્ટવેરની ક્ષમતા 10 હજાર શબ્દોથી વધુ નથી, તેથી જ પોલીસ આ એફઆઈઆર હાથથી લખી રહી છે.
નકલી સારવાર બિલનો દાવો સામે આવ્યો
આરોગ્ય વિભાગની ટીમે અટલ આયુષ્માન યોજના હેઠળ રામનગર રોડ સ્થિત એમ.પી. હોસ્પિટલ અને તહસીલ રોડ સ્થિત દેવકી નંદન હોસ્પિટલમાં ભારે ગેરરીતિઓ શોધી હતી. તપાસમાં નિયમ વિરુદ્ધ દર્દીઓના નકલી સારવાર બીલના કલેમ કરવાનો દાવો બંને હોસ્પિટલના સંચાલકો સામે કરવામાં આવ્યો છે.
દર્દીને હોસ્પિટલમાં થી રજા મળી ચૂકી છે, છતાય બિલ મીટર ચાલુ છે
એમ.પી.હોસ્પિટલમાં દર્દીઓનું ડિસ્ચાર્જ થયા બાદ પણ દર્દીઓ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા દર્શાવીને દર્દીનુ હોસ્પિટલ બિલ ક્લેમ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલની ક્ષમતાથી વધુ દર્દીઓની સારવાર આઇસીયુમાં પણ દર્શાવવામાં આવી હતી. ડાયાલિસિસ કેસ એમબીબીએસના ડોક્ટર દ્વારા કરાવવાનું કહેવામાં આવ્યું હતું અને તે પણ હોસ્પિટલની ક્ષમતામાં કરતાં અનેકગણું વધારે હતું.
ઉલ્લેખનીય છે કે , ઘણા કેસોમાં, દાવા સારવાર વિના પણ ક્લેમ મેળવવામાં આવ્યો હતો, જેની દર્દી ને પણ જાણ નથી.