KTMએ ભારતીય બજારમાં પોતાની ડ્યૂક સીરિઝની સૌથી પાવરફુલ બાઈક Duke 790ને લોન્ચ કરી છે. ખૂબજ આકર્ષક લુક અને દમદાર એન્જિનની ક્ષમતાથી સજ્જ આ બાઈકની શરૂઆતની કિંમત 8.69 લાખ રૂપિયા નક્કી કરાવામાં આવી છે. કંપની ભારતીય બાજારમાં આ બાઈકના કમ્પલીટ નોક ડાઉન (CKD) રૂટથી લાવી રહી છે. જોકે તેની કિંમતને ઓછી રાખવામાં આવી શકે છે.
ભારતીય બજારમાં આ બાઈક મુખ્ય રૂપથી Yamaha MT-09 અને Kawasaki Z900ને ટક્કર આપશે. આ બાઈકના ડિઝાઈનની વાત કરીએ, તો તેમાં કંપનીએ સિંગલ પીસ એલ્યૂમિનિયમ સબ ફ્રેમનો પ્રયોગ કર્યો છે. જોવામાં આ બાઈક KTMની પારંપરિક શોર્પ ક્યૂલ ટેન્ક ડિઝાઈન પર આધારિત છે. જો કે કંપની દ્વારા ભારતીય બજારમાં વહેચાતી સૌથી હેવી એન્જિન ક્ષમતા વાળી બાઈક છે.
કંપનીએ આ બાઈકમાં 799 ccની ક્ષમતાનું પૈરલર ટ્વીન એન્જિનનો ઉપયોગ કર્યો છે. જોકે 103 bhpની પાવર અને 87 Nmનું ટાર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગિયરબોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાઈકનું કુલ વજન 189 કિલોગ્રામ છે. આ સાથે ફન્ટમાં 43mmનું USD ફાર્ક સસ્પેન્શન અને પાછલા ભાગમાં મોનોશોક સસ્પેન્સનનો ઉપયોગ કર્યો છે.
પાવરના મામલે આ બાઈક ખૂબજ શાનદાર છે. જોકે બધાજ પોર મીટર સેગ્મેન્ટની લીડર Maruti Brezza જેવી એસયૂવી પણ પાછળ છોડે છે. મારૂતિ બ્રેજા ખાલી ડિજલ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, જેનું એન્જિન મહત્તમ 88.5 bhpનું પાવર જનરેટ કરે છે.