ટ્રાફિકના નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે.જેમાં ખાસ કરીને ચાર રસ્તા પર સિગનલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા રોડ ક્રોસ કરવામાં આવશે તો પ્રથમ વખત 500 રુપિયા દંડ કરવામાં આવશે જયારે બીજી વખત સ્ટોપ લાઈનનો ભંગ કરવામાં આવશે તો તે બદલ 1000 રુપિયા જેટલો દંડ કરવામાં આવશે.
ટ્રાફિક ડીસીપી તેજસ પટેલના જણાવ્યા અનુસાર, ટ્રાફિકના નવા નિયમ મુજબ ઈ-મેમોમાં વધારો કરવામાં આવ્યો છે જેમા ખાસ કરીને ચાર રસ્તા ઉપર સ્ટોપ લાઇન દોરવામાં આવેલી છે જયાં વાહન ચાલકો સિગ્નલ ચાલુ થવાથી પાંચ સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ધીમે ધીમે આગળ લઇ જતા હોય છે, જો કે સીસીટીવી કેમેરાની ગોઠવણ મુજબ જે તે વાહનનું ટાયર સ્ટોપ લાઇન પર પાંચ એમએમ પણ આવી જશે તો ફોટો પડી જાય છે , અને જે તે વાહનની નંબર પ્લેટના ફોટા પડી જાય છે.અને જે તે વાહન ચાલક પ્રથમ વખત ભંગ બદલ રુ 500 અને બીજી વખત ભંગ કરેલા હશે તો સ્પીડ પોસ્ટ દ્રારા ધરે રુ 1000નો દંડનો મેમો મોકલી આપવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે હવેથી આગામી ટૂંક સમયમાં છ મહિનામાં ત્રણ વખત ચાર રસ્તા પર સિગ્નલ શરુ થતાં પહેલા રોડ ક્રોસ કરવામાં આવશે તો ટ્રાફિક પોલીસ દ્રારા જે વાહન ચાલકના ઈ-મેમોની ડિટેઇલ જે તે ઈન્સોરન્સ કંપનીને મોકલવામાં આવશે
તો જેથી આગામી વર્ષમાં વાહન માલિક વિમો રિન્યું કરાવશે તે સમય વિમાનું પ્રિમિયમ પણ વધારે ભરવું પડશે.કારણ કે વારંવાર જંકશન ચાર રસ્તા પર સ્ટોપ લાઇન ક્રોસ કરવાની ટેવથી અકસ્માત થવાની સંભાવના સેવાય છે.જેને લઇને વિમા કંપની પણ વધારે પ્રિમિયમ વસુલ કરશે.આગામી સમયમાં સોફટવેરની મદદથી જે તે વિમા કંપનીને પણ વાહન નંબર પરથી કેટલી વખત સ્ટોપ વાઇનનો ભંગ કરમલ છે તેની તમામ વિગતોની પણ જાણકારી આપવામાં આવશે.