તાજેતરમાં એક વેબસાઇટએ તેના વિંટેજ બોહો ડ્રેસ સંગ્રહને રજૂ કર્યો હતો. જેમાં તે સલવાર વગર જ કુર્તા વેચી રહી હતી. જે બાદ તે વેબસાઈટે ની લોકોએ મજાક ઉડાવા માંડી હતી. રોજબરોજ ફેશનના ઘણા વિચિત્ર ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ અમે ઇંગ્લેન્ડની આવી જ એક રેટ્રો વેબસાઇટની વાતવ કરીશું. જેની ઓફર્સને લઈને તેને સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થવું પડ્યું છે. અને લોકો દ્વારા તેની ખૂબ જ હાંસી ઉડાવવામાં આવી છે.
આ વેબસાઈટે તાજેતરમાં તેના વિંટેજ બોહો ડ્રેસ કલેક્શન રજૂ કર્યું છે. જેમાં ભારતીય કપડાંની જગ્યાએ એટલે કે સલવાર સૂટ, ની જગ્યાએ માત્ર સલવાર વિના જ કુર્તાનુ વેચાણને સાઇટ પર ખુલ્લું મૂક્યું છે. તેની એક ભૂલ એક ટ્વિટર યુઝરે પકડી લીધી અને તેણે તેને સોશિયલ મીડિયા પર શેર કરી.
આ ટ્વીટ પછી, દરેક જણ આ વેબસાઇટની મજાક ઉડાવતા જોવા મળે છે. આ પછી કેટલાક લોકો ખૂબ ગુસ્સે છે. તેમનું કહેવું છે કે આ વેબસાઇટમાં એશિયન કપડાં વિશે કોઈ માહિતી નથી.
આ બધા ટ્વીટ્સ પછી, આ વેબસાઇટને કદાચ એવો વિચાર આવ્યો કે તેઓ સલવારને અલગથી નહીં વેચી શકે. જે બાદ તેણે પણ ટ્વિટ કરીને માફી માંગી છે. તેમણે કહ્યું, ‘અમે આ વસ્તુઓ અમારી વેબસાઇટ પરથી હટાવી દીધી છે. અમે આને અમારા સપ્લાયર્સ પાસેથી ‘વિંટેજ બોહો ડ્રેસ’ તરીકે ખરીદ્યું, તે માન્યતા સાથે વેચ્યા. આવા ગુના બદલ અમે માફી માંગીએ છીએ.’