ગત કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર 9 સરકારી (9 PSU Bank Close Rumours) બેન્કોના બંધ થવાની વાતને લઇને ચર્ચા થઇ રહી છે પરંતુ તેને લઇને RBI(Reserve Bank of India)એ સ્પષ્ટ કહ્યું છે કે આ માત્ર અફવા છે. દેશમાં કોઇ પણ કોમર્શિયલ બેન્ક બંધ થવા નથી જઇ રહી. આ અફવાઓ પર ગ્રાહકોએ ધ્યાન ના આપવુ જોઇએ, તેમના પૈસા બેન્ક ખાતામાં પુરી રીતે સુરક્ષિત છે. ગત મહિને સરકારે કેટલાક મોટા બેન્કોના મર્જરની જાહેરાત કરી હતી.
શું છે મામલો-
વોટ્સઅપથી લઇને કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર છે કે 9 સરકારી બેન્ક બંધ થવાની છે. જો કોઇના પૈસા આ બેન્કોમાં જમા છે તો તુરંત કાઢી લો, બીજી તરફ અફવા મેસેજમાં 9 સરકારી બેન્કોના નામ પણ જણાવવામાં આવ્યુ છે. જેમાં કોર્પોરેશન બેન્ક, IDBI બેન્ક,યૂકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આંધ્ર બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, દેના બેન્ક અને યુનાઇટેડ બેન્કનું નામ છે.
નાણા સચિવ, રાજીવ કુમારે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર બતાવવાતા જણાવ્યુ છે કે આ બધી વાતો ખોટી છે. આ પુરી રીતે અફવા છે. સરકાર કોઇ પમ બેન્કને બંધ કરવા નથી જઇ રહી. ના તો તેનો સવાલ ઉભો થાય છે. સરકાર બેન્કોમાં રિફોર્મ કરી અને આ પૈસા નાખીને ગ્રાહકો માટે સારી સુવિધાની વ્યવસ્થા કરી રહી છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં 10 સરકારી બેન્કોના મહાવિલય પ્લાનની જાહેરાત કરી હતી. જે બાદ દેશમાં સરકારી બેન્કોની સંખ્યા 27થી ઘટાડીને 12 રહી જશે.