નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ કે, જૂન ત્રિમાસિકના અંત સુધી દેશનું દેવું વધીને 88.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, ભારત ઉપર દેવું વધી ગયુ છે. ગયા વર્ષે આ ત્રિમાસિક દરમિયાન દેશ ઉપર 84.6 લાખ કરોડનું દેવું હતુ. ભારત પર 4 ટકા દેવું વધી ગયુ છે.
આર્થિક મામલાના પબ્લિક ડેબ્ટ મેનેજમેન્ટ સેલ અનુસાર જૂન 2019ના અંત સુધી સરકારની કુલ બાકી જવાબદારીમાં જાહેર દેવું 89.4 ટકા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, કેન્દ્રએ ‘ડેટેડ સિક્યોરિટિઝ’ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, નાણાકીય વર્ષ 2020ની પ્રથમ ત્રિમાસિકમાં (ડેટેડ સિક્યોરિટિઝ) 2.2 લાખ કરોડની છે જ્યારે નાણાકીય વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં આ 1.4 કરોડ રહી હતી.
કોંગ્રેસે શનિવારે મીડિયામાં આવેલા સમાચારોનો હવાલો આપતા દાવો કર્યો છે કે, કુલ દેવું વધીને 88.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ‘ભારતમાં બધુ બરોબર છે.’ કોંગ્રેસ પાર્ટી પ્રવક્તાએ આ પણ આરોપ લગાવ્યો છે કે, સરકાર સામાન્ય લોકોને રાહત આપવાની જગ્યાએ કોર્પોરેટ જગતને રાહત આપી રહી છે.
તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે, ભારતમાં બધુ બરોબર છે કહેવાથી બધુ સારું નથી થઈ જતુ. સુપ્રિયા વધુમાં જણાવ્યુ કે, આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં ભારતનું દેવું 88.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે. આ અગાઉની ત્રિમાસિક કરતા લગભગ 4 ટકા વધારે છે. આ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યુ કે, ફ્રાન્સની એક મહારાનીએ જણાવ્યુ હતુ કે, રોટીની જગ્યાએ કેક ખાઓ. લાગે છે કે, આ સરકાર પણ કંઈક આવું જ કરી રહી છે.