નેશનલાઇઝ્ડ બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે SBI, RBI તથા IBPSની બેંકોમાં નોકરી કરવાની તક મળી શકે છે. IBPSએ ક્લાર્કની 12 હજાર જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 700 જગ્યા પર ભરતી કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રેડ Bની 199 જગ્યા પર વેકન્સી પડી છે.
IBPS ક્લાર્કની 12 હજાર જગ્યા પર ભરતી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. ઉમેદવારો www.ibps.in પર જઈને અરજી કરી શકે છે. આ વેકન્સી આન્ધ્ર બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, ઓરિએન્ટલ બેંક, યુકો બેંક, કોર્પોરેશન બેંક, અલાહાબાદ બેંક, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સિન્ડિકેટ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, ભારતીય બેંકમાં ભરતી થવા માટે છે. SBIમાં એપરેન્ટિસની 700 જગ્યા પર ભરતી કરાશે. આ જગ્યા પર અરજી કરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રેડ Bની ઓફિસર પોસ્ટ માટે 199 જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11 ઓક્ટોબર છે.