આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલની તેજીને પગલે દેશમાં સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં જણાવ્યા મુજબ, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર 15 રૂપિયાની વૃદ્ધિની સાથે 605 રૂપિયા થઈ ગયો છે.
સપ્ટેમ્બરમાં તેની કિંમત 590 રૂપિયા હતી. ગયા મહિને તેની કિંમતમાં રૂ. 15.50 નો વધારો થયો હતો. આમ, બે મહિનામાં, તેની કિંમત 30.50 રૂપિયા વધી ગઈ હતી. કોલકાતામાં, એલપીજી સિલિન્ડરો 13.50 રૂપિયા મોંઘી થઇને 630 રૂપિયા પર, મુંબઈમાં 12.50 રૂપિયા મોંઘી થઇને 574.50 રૂપિયા પર અને ચેન્નઇમાં 13.50 રૂપિયા મોંઘી થઇને 620 રૂપિયાની થઇ ગઇ છે.