મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીની 150 મી જયંતી પર વડા પ્રધાન મોદી અને સોનિયા ગાંધીએ રાજઘાટ પહોચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં દેશને ખુલ્લા શૌચક્રિયા મુક્ત (ઓડીએફ) તરીકે જાહેર કરશે. આ પછી વડા પ્રધાન ભાજપનાં કાર્યકરોનાં કાર્યક્રમમાં જોડાશે.
