હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સએ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બુધવારે જાહેર કરી. આ યાદીમાં પ્રથમ નંબર પર એશિયાના બે દેશ- જાપાન અને સિંગાપુર છે. જ્યારે ભારતનો આમા 82મું સ્થાન છે. રિપોર્ટ અનુસાર જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ દુનિયાભરમાં સૌથી વધુ ફ્રેન્ડલી માનવામાં આવે છે.
જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ ધારકોને 190 દેશોમાં જવાની અનુમતિ છે. જ્યારે ભારતને આ શ્રેણીમાં 82મું સ્થાન મળ્યુ છે. તો પાકિસાતનને સૌથી કમજોર પાસપોર્ટ વાળો દેશોમાં માનવામાં આવે છે. આ લીસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન 140મું છે. પાકિસ્તાનના લોકોને માત્ર 31 દેશોમાં જવાની અનુમતિ છે.
આ લીસ્ટમાં 82માં સ્થાન હોવાના કારણે ભારતના નાગરિકોને 59 દેશોમાં જવાની અનુમતિ છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ જણાવે છે કે, કોઈ પણ દેશ વિશેષના નાગરિકોને દુનિયાના કેટલા દેશોમાં પ્રવેશ કરવાની અનુમતિ છે.
યૂરોપિયન દેશોમાં ડેનમાર્ક, ઈટલી અને લગ્જમબર્ગને આ શ્રેણીમાં ત્રીજુ સ્થાન મળ્યું છે. આ દેશોના નાગરિકોના પાસે 187 દેશોમાં વિઝા ફ્રી અને વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. ચોથા સ્થાન પર ફ્રાન્સ,સ્પેન અને સ્વીડનનું નામ આવે છે. આ દેશોના નાગરિકોને 186 દેશોમાં પ્રવેશ કરવાની અનુમતી છે.
2014માં યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ આ શ્રેણીમાં ટોપ પર હતા. પરંતુ જ્યારે આ બન્ને દેશ આ શ્રેણીમાં ખસીને છઠ્ઠા નંબરે પહોંચા ગયા છે. 2010 બાદ આ દેશોને આટલા નીચે ઉતર્યા છે.