આજે લોકો રજા મળતા વિદેશ પ્રવાસ કરવાની ઇચ્છા રાખતા હોય છે. જેમા મોટા ભાગનાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યારે જે લોકો થાઈલેન્ડ જવાની ઇચ્છા રાખતા હોય તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદથી થાઈલેન્ડ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે પણ દર વર્ષે માત્ર ગુજરાતમાંથી જ દોઢ લાખથી પણ વધુ પ્રવાસીઓ થાઈલેન્ડ ફરવા જતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓને આકર્ષવા સ્પાઈસ જેટ અને થાઈ એર એશિયા બાદ હવે થાઈ સ્માઈલે પણ અમદાવાદથી બેંગકોક માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબરથી શરૂ થનાર આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સંચાલિત થશે. આ ફ્લાઈટનું રિટર્ન ભાડું 11,700 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે.